________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ઈ. સ. પૂર્વે` પંદરસા વરસ પર આખાય ગ્રીસ દેશપર નગરો બંધાતાં હતાં, અને માનવાના સમુદાયા ગ્રીસ પર ક્રૂરતાં હતાં તથા ગ્રોસ અથવા હિલાસ દેશના આકાર ઘડતાં હતાં.
૧૭૦
આ આકારમાં ગ્રીક ધરતી પરના એટીકાના પ્રદેશપર એથેન્સ નગર મઢાયું. એટીકાનાં નગરામાં આ નગર આગેવાન બન્યું. એથેન્સના નગરના રાજ્યનું એક્રેપેાલીસ નામનું સંસ્કાર–ભવન આલેખાયુ. આ નગર પર, એલીમસના શિખર પર બેઠેલા ઝોઅસ દેવતા પોતાની આણુ વરતાવતા હતા, અને ભૂવાઓ મારફત એટીકાનાં નાગરિકાને સલાહ સૂચન આપતા હતા. એથેન્સના કિનારા પર તેા અનેક દેશોની અવરજવર ગુંજતી હતી. સતના ગુરૂઓને ગૂઢવાદ, હિંદુ અવધૂતાને પડકાર કરતા ગૌતમના સધવાદ તથા ખારીીયન અને પ્રીનીશિયન જીવનના વ્યાપારવાદ, બધું જ અહી ભેગુ મળતુ હતું. ભારતના વાદવાને મળીને આવેલા કેટલાએ વિત’ડીએ પણ આ નગરમાં ફરતા હતા, અને વાચતુરાઇની કુસ્તી ખેલતા ગમે તે સાબીત કરી શકતા હતા. ગ્રીસના એ ચિંતકા સીસ્ટા નામે આળખાતા હતા. એએ કહેતા હતા કે, સમજણુ પામવાની રીત સ્વીકારીને જ આપણે આઝાદ રહી શકીશું.
આઝાદી આવી પહેાંચી હતી. ભારતમાં યૌધેયા અને લિઝ્નીઓનું હતું તેવું નગર–રાજ્ય એથેન્સનું પણ હતું. ડેમેક્રેટીસ નામના ચિંતકતા જાતે જઈને ભારતના પેલા મહાન વૈજ્ઞાનિક કણજીકને, કાહ્ને મળી આવ્યા હતા. એણે ત્યાં દીઠી હતી તેવી નગર–સંસદ એકલેસીયા, અથવા ધારાસભા એથેન્સ નગરના સંસ્થાગારમાં મળતી હતી. ત્રણ લાખ નાગરિકા અથવા આઝાદ ગ્રીક નાગરિકામાં ગુલામો બાદ જતાં હતાં અને ગ્રીક કારીગરા તથા મજુરા અને સ્ત્રીઓને તથા અઠાવીસ હજાર પરદેશી વસાહતીઓને એકલેસીયામા ચૂંટાવાને કે મત દેવાના અધિકાર નહાતા. એટલે અડધા લાખ જેટલા આઝાદ નાગરિકા, ઉમરાવા અથવા શ્રીમતાના અને ખીજા સામાન્યેાના અથવા · ડૅમેાસ ” ના પક્ષા પાતાના પ્રતિનિધિએ ચૂંટતા હતા. એવી એકલેસીયા એથેન્સની રાજસભા
·"
હતી.
""
દેખા, આ સંસ્થાગારની બેઠક મળે છે! છાપરા વિનાની સંસ્થાગારમાં પાટલી પર બેસીને બેથી ત્રણ હજારની “ એકલેસીયા ' વહીવટ ચલાવે છે. ઝીઅસ દેવતાને ડુક્કરનો ભાગ અપાય છે કે, તરત જ એકલેસીયા પાતાનું કામકાજ શરૂ કરે છે.
અહીં ખેાલવા ઉભું થવું એ જેવા તેવાનું કામ નથી.