________________
૧૩૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આ શહેનશાહના સમયમાં પ્રાચીન જમાનાના પ્રથમ પતિના લેખાતાં મેબિ લેાન, નીનેવંતુ અને ટાયર જેવા મથકેામાં જેસાલેનનું નામ ઉમેરાયું.
જેવા એના વેભવ વધ્યા તેવુ રજવાડાની સંસ્થાને શોભાવે તેવું ૭૦૦ રાણીઓ અને ૯૦૦ રખાતાવાળું એનુ પાટનગરમાંનું અંતઃપુર વિશાળ બન્યું. એણે જેરૂસાલેમની આસપાસ કેાકિલ્લા ચણાવ્યા. એણે પોતાના રાજ્યના વહીવટ માટે તેને ૧૨ જીલ્લાએમાં વહેંચી નાખ્યું. આ રાજ્યવહિવટને તેણે કિંમતી ખાણોની પેદાશ વડે મઢયા. એણે પેલેસ્ટાઇન પરથી પસાર થતી વણુઝારા પર જકાત નાખી. જેસાલેમ ચાંદીનું મથક બન્યું. એણે પેાતાને માટે અને પૅલે સ્ટાઇનના ભગવાન માટે દેવાલયેા ચણાવ્યાં. આ દેવાલયેા પર ફિનીશીઆ અને ઈજીપ્તના, એસિરિયા અને બેબીલોનના કારીગરોની કારીગીરી ઝળકી ઊઠી.
આવા મહાન શહેનશાહના રાજકારભાર નીચે પૅલેસ્ટાઇનને વૈભવ વધી ગયા. પણ વૈભવના ભાર નીચે કચડાતા માનવ સમુદાયની વેદના પણ વધી ગઇ. પેલેસ્ટાઇનના આ વૈભવે જ માનવસમુદાયના નીચલા થરમાં ગરીબાઇનું