SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પૅલેસ્ટાઇન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે. [ ઇતિહાસનું સ્થાન સંસ્કૃતિ-ઇતિહાસની આગેકૂચ ઇજીપ્તથી ઇઝરાઇલ તરફ-ઇઝરાઇલ પણ વિશ્વ ઇતિહાસમાં આવે છે–આ રહ્યા પૅલેસ્ટાઈન પ્રદેશ- જીવન ઇતિહાસના આરંભ-જીવન વહીવટનાં સ્વરૂપાતું સંગઠન-પૅલેસ્ટાઇનના સતા-મેસેસનું કાયદાશાસ્ત્ર ] ઇતિહાસનું સ્થાન–સંસ્કૃતિ : ઇજીપ્ત અને મેબિલાનિયાની પ્રજાએાએ ઇ તિહાસની રંગભૂમિ પર આવીને પૃથ્વી પરના પેાતાના વસવાટ દરમિયાન જે મળ્યું અને જે મેળવ્યુ` તેને પોતાના જીવનમાં ઉપભાગ કરીને વિશ્વઈતિહાસમાંથી હવે વિદાય લેવા માંડી હતી. મ વિદાય લેનારૂં માનવસમૂદાયના રાષ્ટ્રજીવનનું સ્વરૂપ જગતના ઈતિહાસમાં પોતાની પાછળ જેને મૂકી જતું હતું તેનુ નામ સંસ્કૃતિ હતું. પેાતાની પાછળ સંસ્કૃતિને આખી માનવજાત માટે મૂકી જનાર રાષ્ટ્ર અથવા માનવસમુદાય વિશ્વઈતિહાસમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. વિશ્વના ઈ તિહાસમાંનું કાઈપણ પ્રજા અને રાષ્ટ્રનું સ્થાન તે પ્રજાના એકલા ઇતિહાસમાંથી જ નક્કી થતું નથી હતું. આ સ્થાનનેા અધિકાર જે રાષ્ટ્ર કે પ્રજા પોતાના ઈતિહાસમાં માનવજાતના જીવન માટે કાઈ ચોક્કસ એવું સંસ્કૃતિનુ રૂપ જો પેાતાની પાછળ મૂકીને જાય છે તો જ તેનું સ્થાન વિશ્વ ઇતિહાસમાં કાયમ બને છે. ઈતિહાસના તખ્તા પર યુફ્રતિસ અને પૈગ્રીસના કિનારે આ બે મહા નદી વચ્ચેના પ્રદેશ પર, પહેલાં એબિલેનના અને પછી એસિરિયાને ઊય થયા તે આપણે જોયું. એબિલાનિયાએ એશિયાની ભૂમિપર ઈજીપ્તમાંથી રચાવા માંડેલી બાળસંસ્કૃતિના માનવરૂપને અકારણના અને વહીવટી કાનૂનના રૂપને સારી રીતે વિકસાવ્યું. એ રીતે એણે ઇજીપ્તની સંસ્કૃતિના કલેવર પર એક થર વધારે ચણ્યા. એણે ઇતિહાસની ગતિનુ એક ડગલું આગળ ભર્યું. આ પ્રગતિના ડગલાંએ ખેબિલાનિયાનુ સ્થાન વિશ્વતિહાસમાં નક્કી કર્યું. પણ એસિરિયાએ પતા પરની ઊંચાઈ ઉપરથી, જંગલની ઝડપ જેવી લશ્કરી તાકાત સજ્બે, અને સહારની ઢબ ધારણ કરીને એબિલાનની સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું. આ એખિલાને જે એકઠા કર્યાં હતા તે બધા ધનવેભવ એણે મકટની રીતે ઉતરડી કાઢથો. એખિલેોનિયાએ સંસ્કૃતિનાં જે નગા બાંધ્યાં હતાં અને દેવાલયેા ચણ્યાં હતાં; તે બધાં આંધકામને ભાંગી નાખીને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy