________________
વિથ ઈતિહાસની પરખા શહેનશાહતે આક્રમણ કરવા માંડ્યાં, અને એસિરિયા સાથે લડતાં લડતાં આ પર્શિયન પ્રદેશ પરના મિડીસ લેકે એ યુદ્ધના અનુભવમાંથી સંહાર કરવાની તાકાતને સર્જવા માંડી.
મિડીયન રાજાઓમાં સીએકઝારીસે નીવેહને નાશ કર્યો. એસિરીયાના પાટનગરના પતનથી ઉશ્કેરાયેલાં એનાં લશ્કરે પશ્ચિમ એશિયાના પ્રદેશ પર થઈને સારડીસ નગરના દરવાજા પર આવી પહોંચ્યાં. પણ એ જ સમયે સૂર્યગ્રહણ દેખીને ગભરાઈ ગયેલાં આ લશ્કરે સાડિસ સાથે સલાહ કરીને પાછા વળ્યાં. સીએકઝારીસે પિતાનું શાસન પર્શિયા, મિડીયા અને એસિરિયા પર સ્થાપી દીધું.
નવા સ્થપાયેલા આ સામ્રાજ્ય પર અને ખાસ કરીને ઈરાન પર મિડીસ લેકેએ પિતાની આર્યભાષાના છત્રીસ અક્ષરને ફેલાવે કર્યો. આ લેકાએ આદરમઝદ નામના પિતાના પ્રકાશના ઈશ્વરને અને જરથુસ્ત અને જેષ્ટ્રિયન ધર્મને પણ પરિચય કરાવ્યો.
ઈરાન નામે ઓળખાતા આ પ્રદેશને પરિચય વિશ્વ ઈતિહાસમાં શરૂ થઈ ગયે. ઈરાનના આખાતની પૂર્વ બાજુનો આ પ્રદેશ જુના સમયથી પાર્સ અથવા પાશિસ્તાનના નામથી જાણીતું હતું. પર્વતે, પાણુ વિનાની નદીઓ તથા સખત ટાઢ અને તાપથી ઉભરાતે આ પ્રદેશ મિડીસ નામના માનવોના વસવાટ વાળો હતે. આ લકે અફઘાનિસ્તાન અને ઉત્તર હિંદ તરફ ગયેલા આર્યોની
જાતના હતા. આ લે કે પિતાની જેષ્ટ્રિયન ભાષામાં આ પ્રદેશને “આર્યોનાવિજે' કહેતા હતા. “આર્યાન–વીજે ” નામના શબ્દોને અર્થ આર્યોનું ઘર એ થતું હતું. આર્યાવર્ત અથવા “આર્યોના–વીજ' નામના શબ્દ પછી તે આર્યાના” અથવા “ઈરાન” કહેવાય. આ આર્યોને ભગવાન અગ્નિના રૂપવાળો અથવા પ્રકાશ જેવો હતું તેનું નામ આહુરમઝદે હતું. પૂર્વની શહેનશાહતનું ઇરાની સ્વરૂપ
આદરમઝદની આ ભૂમિ પર હવે સીએકઝારીસ નામના રાજાએ ઇ. સ. પૂર્વે ૬૦૦ ના સમયમાં પર્શિયાની હકૂમત એસિરિયા પર સ્થાપી દીધી હતી. આ હકુમત નીચે વૈભવમાં જીવનાર રાજાને વર્ગ શરૂ થઈ ચૂકયો હતે. શહેનશાહ પછીને આ શાસકોને વર્ગ અલંકારે પહેરત, મોટાં મકાનમાં ગુલામે પાસે મહેનત કરાવત, વિલાસનું જીવન જીવવા માંડે હતે. મિડીસ નામનાં આ આર્ય માનવો હવે રથોમાં ફરતાં હતાં, અને ગુલામેની ખાંધ પર ઝુલતી પાલખીઓમાં વિહરતાં હતાં. શહેનશાહતની છાયા નીચે આ ભૂમિ પર ઉપલા વર્ગોએ મોટી એશઆરામ શરૂ કરી હતી.