________________
૧૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ચુંટાયલી કે કુળો મારફત નિમાયલી જનસમિતિનાં બનતાં તથા એ જનસમિતિનું શાસન બીજા નીચલા વર્ગો પર ચાલતું. રાજાશાહીમાં શ્રેણીનાં ઘટકે
પછી રજવાડાશાહીના આરંભથી સમાજ ધટનામાં શ્રેણી નામનાં સંગઠન, પૈસા ધીરધારનાં, વેપાર કરનારનાં, ધર્મગુરુઓનાં, કારીગરનાં કે નટોનાં હતાં. ખેડૂતને ગુલામ અથવા અર્ધગુલામ હતો. બીજી મહેનત મજુરી કરનારને પિતાનું સંગઠન બાંધવાને કોઈપણ હકક હતું નહિં. આ વર્ગ, દાસ અથવા ગુલામ હતો, તથા સંગઠન વિનાને હતે. એકલા વચલા વર્ગોની આવી શ્રેણીઓ આ સમાજ ઘટનાની અંદરનાં મહાજનો કે સંગઠન હતાં. એવાં સંગઠનો પિતાની અંદરના સવાલે ઉકેલતાં, અંદરના વ્યવહાર માટે ધારાધોરણો ઘડતાં અને અંદર અંદર ઉકેલ અશકય બને ત્યારે રાજા કે શાસન વ્યવસ્થા વચમાં પડતી.એ સંગઠન પર એક સરપંચ કે પ્રમુખ નિમાત કે ચુંટાતે. એવાં મહાજને ખ્યાલ રાખતું અને વ્યવસ્થા રાખતું ત્યારના શાસનતંત્રમાં એક ખાસ ખાતું રાખવામાં આવતું એવો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. રજપૂતયુગના આરંભમાં ઉત્તરમાં થયેલા હર્ષવર્ધનના વૈશ્ય શાસનમાં આવાં મહાજનેને સારી ઉત્તેજના મળી હતી. તથા રજપૂત શાસન કાળમાં પણ આ મહાજનો ચાલુ રહ્યાં હતાં. ( પુરાણના બ્રહ્મખંડના ૧ભા અધ્યાયમાં કારીગરે કે જેમની પાસે પોતાનાં મહાજનો કે શ્રેણીઓ હતાં તેવા વિશ્વકમૉએ અથવા કારીગરોમાં માળાકાર (માળી) કર્માકાર લુહાર) કસાકાર (કંસારે) સંખ્યાકાર (છીપ) તાંતુબી (વણકર) કુંભકાર (કુંભાર) સત્રકાર (સુથાર) સ્વર્ણકાર (સોની) તથા ચિત્રકારની ગણના કરવામાં આવે છે. એ જ રીતે ગામમાં જમીનદારે અથવા શાહુકારેની શ્રેણીઓ પણ હતી તથા હાલી અથવા ગુલામ કિસાનની મહેનત પર જીવતો એ વર્ગ પિતાની શ્રેણી મારફત ગામને વ્યવહાર ચલાવતે. પ્રાચીન હિંદને વૈદિક જમાને
આ હિંદી સમાજ ઘટનાને આદિકાળ ચાર વેદમાં ગુંથાઈને અનેક શ્લેકમાં મોઢે બેલાતા વારસામાં દેવાતા હતા. મોઢે કરાઈને સ્મૃતિમાં જ કોતરાઈ રખાતી વેદની રૂચાઓ કે લેકે આગળ વધતા જીવનમાં ફેરફાર સાથે વણતાં જતાં હતાં અને બદલાયા કરતાં હતાં. વૈદિક જમાનાના આ વેદસાહિત્યમાં આગળ વહેતા જમાનાના જીવન સંજોગોમાંથી બ્રાહ્મણ નામના પાઠ ઉમેરાયા. વેદની રૂચાઓ દેવ દેવીઓની કુદરતની સ્તુતિ ગાતી હતી. નવા