________________
વિકવ ઈતિહાસની રૂપરેખા પર સ્વહસ્તે બેસાડતા હતા. નદીઓ અને પર્વતોથી રક્ષાયેલા આ રાજ્યની સીમાઓને સાચવતે બિંબસાર પાંચ ટેકરીઓવાળા ગિરિધ્વજ નામના પાટનગરની આસપાસ પથ્થરની ફરતી દિવાલ ચણવતો હતે. એના રાજ્યમાં વહેતી સણ નદી હિરણ્યવાહા કહેવાતી હતી, અને એ નદી પટણા પાસે ગંગાને મળતી. આ રાજા પાસે મોટી વાણિજ્ય સંસ્કૃતિ હતી અને યુદ્ધ યંત્રો જેવા હાથીઓની સેના હતી. એટલે એણે અંગેના (પૂર્વ બિહાર) રાજ્યને ખાલસા કરીને તેને પિતાને પ્રાંત બનાવી દીધું. એણે કેશલ અને વૈશાલી સાથે સંબંધ શરૂ કરી દીધો અને ઉત્તર તરફ નેપાળની હદ સુધી એની લાગવગ અડી ચૂકી. એણે ગિરિધ્વજથી નીચે ઉત્તર તરફ રાજગૃહ નામનું એક નવું પાટનગર બંધાવવા માંડ્યું. મહાભિનિષ્ક્રમણને બનાવ
ત્યારે શાક્યના પાટનગર કપિલવસ્તુમાંથી એક નવજુવાન મહાભિનિષ્કભણું કરતો હતો. આ જુવાન ત્યાંને ગણરાજ્યના ગણપતિ શુદ્ધોદનને દિકરે હતું અને ગરીબ તથા ગુલામ બનેલા દુ:ખી માનની યાતનાઓ પર રચાયેલા, ધનદોલતથી અને વૈભવ વિલાસથી ખદબદતા જીવન વહીવટમાં કંઈક ગંભીર એવું અસત્ય અથવા ક્ષતિ છે એમ નક્કી કરતે, સત્યની શોધ માટે કપિલવસ્તુને ત્યજીને નીકળી જતો હતો. આર્યાવર્ત પરની સંસ્કાર હિલચાલ
ત્યારે અતિપ્રાચીન ઈતિહાસની તવારીખે સૈકાઓમાં ગણાઈ ગઈ હતી. ઈસુ પહેલાંના એકવીસ સિકાઓ પર ક્રીટ ટાપુપરનાં બધાં નગરે સળગી ગયા પછી ગ્રીસદેશપર નૂતન ઇતિહાસના નવા સિમાડા પર પાયથાગોરસ આંકડા ગણતો બેઠે હતા. ભારત પણ એ જ અતિપ્રાચીન દેશ હતો. જેમાં ગ્રીક દુનિયાના ટાપુઓ પર બન્યું હતું તેમ ભારત પર પણ હજારો વરસ પર જીવતાં નગર રાવી અને ચિનાબના કિનારા પર દટાઈ ગયાં હતાં, અને ત્યાં મોત પામેલાં નગરને ટીંબે બાઝી ગયો હતો. ઈજીપ્તના પિરામીડ નામનાં મૃત્યુ ઘરની છાયામાંથી મેસેસને હિજરત કરી ગયાને પણ હવે પંદર વરસ વીતી ગયાં હતાં. અને પંદર સૈિકાઓ પછી ઝાંખી બની ગએલી અને વેરાઈ ગએલી ઇતિહાસની યાદનું જ જાણે પાયથાગોરસ ગણિત ગણતો હતો. ત્યારે સંસ્કૃતિની સીમા પર ઉભે રહીને હીરેકલીટસ, એશિયામાઈનેરમાં મેટો અવાજ કરીને કંઈ કહેતે હતે. ઈરાનમાં જરથુસ્ટ ધીમી પડી જતી અગ્નિપૂજાને ઢંઢોળવા નવું ઇધન ઉમેરતું હતું, ત્યારે ઈતિહાસની, વિશ્વઈતિહાસની સીમા પરથી