SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા રવાની પ્રયોગશાળા બાંધી અને બે ત્રણ સૈકાઓમાં ચિત્રાના ઢગલા લે-વાંગ નગરના એક વિરાટ દેવળમાં ખડકાયા કર્યો. પરંતુ ચાંગવાંગની શહેનશાહતના પતન સાથે આવેલા આક્રમણ બળને સુંદરતાને સંહારી નાખનાર યુદ્ધખોરને પંઝે લે–ચાંગ પર ઉતરડા. મરકટની અદાથી યુદ્ધની મહામારીએ સૌંદર્યનું ખૂન કર્યું. રૂપથી મઢાયેલાં ચિત્રપટમાં યુદ્ધખરેએ, લુંટના સામાન બાંધ્યા. છતાં સંસ્કૃતિની સૌંદર્ય હીલચાલ મરણ પામી નહી. જોતજોતામાં કલાકાર કાઈચી નું નામ ચીનપર ગાજી ઊઠયું. જુવાન કાઈ-શીએ પડોશીની એક ગરીબ દીકરી પર પ્રેમ કર્યો. બન્ને ગરીબ કલાકારો એકવાર નાનકીંગ નગર ની એક જનસભામાં બેઠાં હતાં. સભામાં ભગવાન તથાગતનું એક ભવ્ય દેવળ નાનકીંગમાં બાંધવાને ફાળો ઉઘરાવવાની ટહેલ નાખતે, એક ભારતીય ભિકખુ ઉઘડતી ઈસ્વીસનની ઉષામાં કહેતું હતું, “નાનકીંગ એટલે ચીન! હુંચીનની માનવતાને ભગવાન તથાગતને સ્તુપ બાંધવાની અરજ કરું છું.” આપણા દશલાખ સુવર્ણ સિક્કાઓ નેંધી લો!” જુવાન અને ગરીબ કલાકાર કાઈ–ચી ઉભો થઈ ગયો. કણ તું!” પિતાને જ આખો ચીન કહેવડાવતાં નાનકીંગ નગરનાં શ્રીમતિએ અટ્ટહાસ્ય કર્યું. પછી તથાગતના પ્રેમમાં પડેલે કાઉચી, તથાગતને ફાળ ભરવા માટે ચિતરવા મચી પડ્યો. એણે દિવાલે ચિતરી નાખી. એણે દિવાનખાનામાં માનવદેહે મઢી દીધા. એણે ફલક ફલ૫ર સંધમાનવનાં જીવતરને કથાનક આલેખી નાખે. એણે કલાગુરુની અદાથી, ચીન રાષ્ટ્રનાં ચિત્રકારને પયગામ આપો. “સૌથી પ્રથમ તથાગતને પ્રિય એવાં અદનાં માનવેને ચિતરે. પછી જે પછીતપર અથવા ભૂમિપર જનકનું જીવતર ઘડાય છે તે ધરતીનું સૌંદર્ય ચિતરે અને સૌથી છેલ્લા, શાસકો અને દેવતાઓ, અને ઘોડાઓનાં ચિત્ર કરે.” ચીનના આ મહાન ચિત્રકારે, કલાના પિતાનું નામ પામીને, ચીની જબાનમાં, ચિત્રકલા પર ત્રણ પુસ્તકે લખ્યાં. ત્યાર પછી આ મહાન રાષ્ટ્રના જીવતરમાં ટાંગ, શહેનશાહતના સમયમાં ચિત્રકારની સંખ્યા ઘણું વધી ગઈ. ક્લાકાર ટુ-ફુએ ત્યારે પ્રકાર કરી કે, ચત્રકાર ઉભરાઈ ગયાં છે પણ આ ધરતીનું ધારણ કરનારી જીવન કલાનું રૂપ મઢનારા ક્લાકારોની અછત થઈ ગઈ છે, આપણે ત્યાં !” ત્યારે ટાંગાશાહીના સમયમાં જ ચીની આસમાનમાં એક આભ જેટલે ઊંચે લાકાર ચમકી ઊઠયો. તથાગતને પ્રિય એ કલાકાર, વુઝી, એક અનાયા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy