________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન કડવા, અતિગંભીર એવી મુખમુદ્રાવાળે તથા બુદ્ધિની તિવ્રતાભરી નજરવાળા, લાંબા હાથવાળ, તથા નવ ફીટ અને છ ઈચની ઉંચાઈવાળો અને નમનતાઈને વિનયરૂપની પ્રતિભાવાળો ચિતર્યો છે. જીવન વહીવટને સુધારવા માટે કઈ ચિંતક શાસક મળી જાય છે, જેમાં શાસક ચિંતક હોય, અને ચિંતક શાસક હેય તેવું સંસ્કૃતિનું શાસન આ પૃથ્વી પર ઉતારવાની ગ્રીસના ચિંતક હેતેની જેમ એને પણ ઈચ્છા હતી. ચુંગ-ટુનગરને એને નગર ન્યાયાધીક્ષ બનાવવામાં આવ્યો ત્યારે એણે પેલી ઈચ્છાને અલ્પ પ્રયોગ કરવાનો આરંભ કર્યો.
પણ ત્યાં તે, ઝી-લું તરફથી એને કહેણ આવ્યું કે “આપ રાજીનામું દઈને ચાલતા થઈ જાવ.” પછી કનફ્યુશિયસ તેર વરસ સુધી જીવનવ્યવહારમાં સદગુણને દ્રઢતે ચીની ધરતીને સુંઘતે શ્રમણ જેવો ફર્યા કર્યો. આ રઝળપાટમાં અનેક યાતનાઓ, ભય અને ભૂખમરાના અનુભવ સેવત આ મહાનુભાવ જીવનવ્યવહારના અનુભવના મૂલ્યની નોંધ કરતે હતો કે, “જ્યાં સૌંદર્ય અથવા એકતાનતા અથવા સહચારઐક્ય છે ત્યાંજ સદગુણ સંભવી શકે છે. એ ચીની ધરતી પર નિપજેલો આ શિક્ષક, પ્રબુધ બનીને પોતાના સાથીઓના સંધ સાથે બેતેિર વરસની વય સુધી જીવ્યા, અને મરતાં મરતાં એણે મી-કંગ નામના પિતાના એક વિદ્યાથીને કહ્યું, “આપણું આખા ચીન દેશનાં રાજ્યમાં કેઈ એક પણ એ શાસક અથવા રાજા સંભવી શકયો જ નથી જે, મારા જેવાને શાસનનો શિક્ષક બનાવે, અને મારે અંતકાળ તે હવે આવી પહોંચે છે.”
ચીનને આ મહાન શિક્ષક અયવાદી તરીકે ચીનમાં પંકાયે. એણે ધર્મની માન્યતાઓના બધા સવાલના જવાબ નકારમાં દીધા કર્યા. જ્યારે ક-ઝીએ એને પૂછયું કે આપણે પિતૃઓની સેવા શી રીતે કરી શકીએ ત્યારે એણે કહ્યું કે, “જેઓ પોતાના મનુષ્યબંધુઓની સેવા કરી શકતાં નથી તે પિતૃઓની શું સેવા કરી શકે?” પાછું એને પૂછવામાં આવ્યું કે મરણ વિષે તમારે શે ખ્યાલ છે ત્યારે એણે કહ્યું, “તમે કે જે જિંદગી વિષે સમજતાં નથી, તે મરણ વિષે શું સમજી શકવાનાં હતાં!' જીવનવ્યવહારનું સત્ય શોધ આ મહાન શિક્ષક જીવન સહચારની એકતાનતા અને એકતાના મૂલ્યને સર્વોપરિ ગણુવતે શમી જ હતે.
પણ જીવનવ્યવહારમાં નીતિનું નિયમન ઘડીને, ચીની લેકજીવનમાં ધર્મની અંધ માન્યતાઓને બદલે વ્યવહારની શુદ્ધિનું હવામાન રચીને જતા રહેલા કનશિયસના ચીન દેશમાં હિંદમાંથી તથાગતની અસર આવી પહોંચી અને વધારે સારે આવકાર પામી.
૧૧