________________
૩૦
" ઈગ્રેજી શિક્ષણ પામેલા ઘણાખરા એ મંડળમાં પ્રથમ જોડાયા હતા અને તેના એક સંચાલક મીસીસ એનિ બિસારે હિન્દની પ્રજાની ઉન્નતિ અને પ્રગતિ અર્થે બહુ સુંદર અને સ્તુત્ય કાર્ય કર્યું છે, એ વિષે ભાગ્યેજ મતભેદ ભાલુમ પડશે. બનારસ સેન્ટ્રલ કોલેજ, જેમાંથી પંડિત માલવિયાજીની બનારસ હિંદુ યુનિવર્સિટી જન્મી છે, એ તેનું જીવન્ત સ્મારક છે. એ મંડળે આપણું પ્રાચીન આર્ય ધર્મનું ગૈારવ બતાવી હિન્દુઓમાં તે માટે મમત્વ ઉત્પન્ન કર્યું અને જુદી જુદી સંસ્કૃતિઓમાં હિંદી સંસ્કૃતિનું સ્થાન ઉંચું છે, એવી તેણે પ્રતીતિ કરાવી એટલે તેના માટે ભણેલા વર્ગમાં ખાસ પૂજ્ય ભાવ અને પક્ષપાત થયે. ગુજરાતી લેખકેમાં ખાસ કરીને મણિલાલ નભુભાઈ એની સીધી અસર નીચે આવ્યા હતા અને એ મંડળ માટે બે ત્રણ પુસ્તક પણ એમણે અંગ્રેજીમાં તૈયાર કરી આપ્યાં હતાં. એમની એ ધાર્મિક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી મણિલાલ વિષે વ્યાખ્યાન આપતાં દી. બા. નર્મદાશંકરે કહ્યું હતું, કે “પ્રાર્થના સમાજ અને આર્ય સમાજના વેગની વચ્ચે મણિભાઈએ આપણું વેદ ધર્મની વચલા માર્ગે સમીક્ષા કરી અને આપણું ધર્મના સિદ્ધાંતને સમન્વય કરી સારરૂપે સમજાવ્યો. તેમને “સિદ્ધાંત્યારે આ બાબતના પ્રયત્નનું ફળ છે.*
એ મંડળનું સાહિત્ય ગુજરાતીમાં ઉતારવા શ્રીયુત મણિલાલ નથુભાઈ દેશીએ ખૂબ પ્રયાસ કરે છે. “થિઓ ફીના સિદ્ધાંતો ” એ નામના એમના પુસ્તકમાં એમણે તેના ત્રણ ઉદ્દેશ દર્શાવ્યા છે –
૧. જાત જાત, કેમ, વર્ણ, ધર્મ, સ્ત્રી કે પુરૂષને ભેદ રાખ્યા સિવાય મનુષ્ય જાતિના ભ્રાતૃભાવનું કેન્દ્ર બનાવવું.
૨. ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનશાસ્ત્રનો મુકાબલે અભ્યાસ કરવાના કામને ઉત્તેજન આપવું. . ૩. કુદરતના અત્યાર સુધી નહિ સમજાયેલા નિયમોની અથવા મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓની શોધ કરવી.+
આ જાતનું ધર્મવિચારને પિષક અને ઉત્તેજક પ્રચારકાર્ય ગુજરાતમાં શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગના સંસ્થાપક પૂજ્યશ્રી શ્રીમન્નસિંહાચાર્યું અને આચાર્યશ્રી શ્રીમન નથુરામ શર્માએ આપણી પ્રાચીન ધર્મપ્રણાલિકાને
. * જુઓ સમાચક જાન્યુઆરી સન ૧૯૨૭, પૃ. ૧૧.
+ જુઓ “થીઓસોફીનાં મૂળતો” કર્તા રા. મણિલાલ નભુભાઈ દેશી.