________________
માંથી ઉચ્છેદ થાય; અને એ ધર્મ ભાવના નષ્ટ થતાં જગતમાં અરાજકતા વ્યાપી રહે. આ પ્રકારની પરિસ્થિતિ પગભર થવા ન પામે તે માટે તાત્કાલિક જુદી જુદી ધાર્મિક પ્રવૃત્તિઓ તેને અવરોધ કરવા ચારે તરફથી ઉદ્ભવવા પામી. તે આગમચ કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ મંદિરમાં પ્રવર્તતી અનીતિ અને અનાચાર ખુલ્લા પાડવા એમના અઠવાડિક પત્ર “સત્યપ્રકાશ” માં જે શું બેશ ઉપાડી હતી તેને ઉલેખ થ ઘટે છે. સમાજમાંથી સડો કાઢી નાંખવાને એ પ્રયાસ સ્તુતિપાત્ર હતું. એ લખાણ, એમનું ચરિત્ર નિરૂપણ કરનાર વિદ્વાનના શબ્દોમાં જણાવીએ તે, “કરસનદાસ ષ બુદ્ધિથી લખતા નહિ. તેને હેતુ લાંચ લઈને પૈસાદાર થવાને નહે. વલ્લભ કુળના ગુરૂઓને અને તેમના સેવકોને સુધારવા એજ તેની ભલી મતલબ હતી.” એ પરથી તે મટે ફોજદારી કેસ થયો હતો. તે મહારાજા લાઈબલ કેસ એ નામથી પ્રસિદ્ધ છે.
પરંતુ જનતાની ધાર્મિક ભાવના અને વિચાર ફક્ત જુના દુરાચારે અને રૂઢિયોને નાશ કર્યો સંતોષાય એમ નહોતું. તેમને નવું ધર્મબળ અને પ્રેરણા જોઈતાં હતાં; અને તે ઉણપ સભાગે અહિં પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, અને થીઓસોફી વગેરે નામનાં નવાં ધર્મ મંડળએ અને શ્રીમન્નસિંહાચાર્ય અને શ્રીમન નથુરામ શર્મા આચાર્ય પદ લઈને, પૂરી પાડી હતી. એમના તરફથી વાચકની ધર્મવૃત્તિ અને રૂચિને પોષે અને સંતોષે, પ્રેરણા બક્ષે અને પ્રોત્સાહન આપે એવું વાચન સાહિત્ય ડું બહાર પાડ્યું નથી; બલ્ક એમ કહી શકાય કે ગુજરાતીમાં નવું ધર્મ સાહિત્ય પ્રજાને એમના તરફથી જ મળેલું છે.
પ્રાર્થના સમાજ એ બંગાળામાં રાજા રામમોહનરાયે સ્થાપેલ બ્રહ્મા સમાજનું બીજું જ નામ છે. તેમાં તફાવત માત્ર એ છે કે પ્રાર્થના સમાજ જાતિને સ્વીકાર કાયમ રાખે છે, જ્યારે બ્રહ્મસમાજ હિંદુ સમાજમાં એક નવીજ જાતિ ઉભી થઈ છે એમ મનાવે છે. બીજે કઈ તાત્વિક મૂળ ભેદ
તેમાં નથી.
સન ૧૮૭૪ માં અમદાવાદ પ્રાર્થના સમાજ મંદિરનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. તે મેળાવડાને વૃત્તાંત એ વર્ષના “બુદ્ધિપ્રકાશ' માં છપાયો છે. તેમાં પ્રાર્થને સમાજને આશય નીચે પ્રમાણે વર્ણવાયો છે --
છે જુઓ કરસનદાસ મૂળજી ચરિત્ર, પૃ. ૧૭.