________________
વિધવા વિવાહને પ્રશ્ન પણ એવી રીતે સરલ થઈ ગયા છે. કેટલીક જ્ઞાતિઓએ કન્યાઓની અછતના લીધે વિધવા વિવાહને સંમતિ આપી છે. અગાઉ અનાથાશ્રમની કન્યાઓની સાથે લગ્ન કરવા કઈક મૂરતિયો આગળ આવતે નહિ, હમણાં જ ચાર કન્યાઓ સારૂં ચારસેં યુવાનેએ પડાપડી કરી હતી, એ યુવાને નજદિકમાં વિધવાઓને પરણે, વર્ષાન્તર કરે તો અમે અજાયબ થઈશું નહિ.
વન્તર લગ્નો ધીમે ધીમે સમાજમાં પગપેસારો કરતાં જાય છે, અને અવિવાહિત લગ્ન સુખ ઈછનારી બાળા કોક કોક દેખા દે છે.
સુધારાના કાર્યને કાયદાથી થોડીક મદદ મળી, તે કેળવણુએ તેને નવું બળ આપ્યું; અને પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કૃતિની સમાજ જીવન પર પ્રબળ અસર થતાં, લોકમત મજબુત બન્યો અને વિકાસ પામ્યો. સામાન્ય રીતે લોકસ્થિતિ અને લોકમતનું પ્રતિબિંબ ચાલુ સાહિત્યમાં પડતું જોવામાં આવે છે અને ઉપર કેટલાક ઉતારી આપ્યા છે અને નોંધ કરી છે તે પરથી એ નવા સુધારાની રંગરેખા આપણા અર્વાચીન સાહિત્યમાં ઉતરેલી જોવામાં આવશે.
ધાર્મિક વિચારમાં આપણે ન કલ્પીએ એટલે બહોળો ફેરફાર થયો છે. પહેલાંની પેઠે ટીલા ટપકાં, યજ્ઞયાગ, મંત્રજાપદિ ભણેલાઓ કરતા નહિ હોય, પણ એટલું ખાત્રીપૂર્વક કહી શકાશે કે એમનું નીતિનું ધોરણ બેશક બહુ ઉંચું છે, શુદ્ધ ચારિત્ર પર તેઓ વિશેષ ભાર મૂકે છે. મને જમે ધતિંગ, અનાચારે, દંભ અને જુઠ્ઠાણાં પ્રથમ જોવામાં આવતાં તેનું પિકળ ખુલ્લું થતાં હવે તેનું જોર ઘટયું છે અને લોકો સારાસારનો વિચાર કરતા થયા છે. વહેમી માન્યતાઓ અને અંધ શ્રદ્ધાભરી રૂઢિયાને ભાગ થઈ ન પડતાં, બુદ્ધિ જેમ પ્રેરે તેમ તેઓ વર્તે છે, એ નવી કેળવણને પ્રતાપ છે. એ પ્રકાશે કેળવાયેલાઓને એક નવીન દૃષ્ટિનું તેજ બહ્યું છે, તેને આપણે બુદ્ધિવાદનું નામ આપીશું.
બુદ્ધિપ્રકાશ' માં પ્રસિદ્ધ થયેલા એક લેખમાંના શબ્દોમાં કહીએ તે, એથી “ જુના વહેમો નાસવા લાગ્યા; અને તેની જોડે જુની ધર્મ પદ્ધતિને ધોકો લાગવા માંડ; x x x x x જુના પંથક માત્ર
ખા જેવા રહ્યા છે. સંસાર વેહેવારમાં સુનીતિ પળાવવાનું તેમાં કૌવત રહ્યું નથી.”
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૯, પૃ. ૨૧૯.