________________
૨૮૪
રા. રા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ પ્રમુખ દી. અ. અંબાલાલભાઇના આભાર માનવાની દરખાસ્ત મુકતાં તેએના ગુણાની · તથા જનસેવાની પ્રરાસા કરી જણાવ્યું કે, આપણા વિદ્વાન પ્રમુખ દી. ખ. અંબાલાલભાઈનું ખાસ ઓળખાણ આપને આપવાની કંઇજ જરૂર લાગતી નથી. તેમણે પોતાની ઉદ્યોગી જીંદગીમાં સંપાદન કરેલા જ્ઞાનને લાભ નિવૃત્તિના વખતમાં તે દેશને આપે છે. તેમનુ જીવન અનુકરણીય છે, સાસાઈટીના પ્રમુખ તરીકે તેઓ જે કામ કરે છે તે માટે આ પ્રસંગે તેમને આભાર માનવાની હું દરખાસ્ત મુકું છું, અને આશા છે કે આપ સૈા એકમતે તેને અનુમેાદન આપશે. અ દરખાસ્તને રા. રા.કેશવલાલ હદરાય ધ્રુવે અનુમોદન આપ્યા પછી તે તાળીએના અવાજો સાથે પસાર થઇ હતી.
આનરરી સેક્રેટરી રા. બ. લાલશંકરભાઈએ આ મહાત્સવમાં ભાગ લેવા માટે બહાર ગામથી ખાસ પધારેલા ગૃહસ્થાને તથા તાર તથા પત્રદ્વારા સહાનુભૂતિ દર્શાવનારાને તેમજ શહેરના ગૃહસ્થાના સેાસાઈટી તરફથી અંતઃકરણપૂર્વક આભાર માની, ફળાહાર માટે નીચેના એરડામાં પધારવા સર્વે ગૃહસ્થાને વિનતિ કરી હતી. પછી સેાસાઈટી તરફના ફળાહારને ન્યાય આપવા સર્વે નીચે પધાર્યાં હતા. ઇચ્છાનુસાર ફળાહાર લીધા પછી આ • સાક્ષરસમ્મેલન ’ તે તેમજ હીરક મહેાત્સવને અપૂર્વ સમારંભ પરિપૂર્ણ થયા હતા. આ અહેવાલ પૂરા કરતાં, છેવટે આપણા પ્રાચીન મહાકવિ પ્રેમાનન્દ્રના શબ્દોમાં અમે પ્રાર્થના કરીએ છાએ કે,
सांगोपांग सुरंग व्यंग अतिशे धारो गिरा गुर्जरी, पापाद रसाळ भूषणवती थाओ सखी उपरी; जे गिर्वाण -गिरा गणाय गणतां ते स्थान ए ल्यो वर्ग ? थाये श्रेष्ठ सह सखीजन विषे ए आश पूरो हरि !
तथास्तु.