________________
રહe છપાવ્યાં છે. આ પુસ્તકો વડે દેશની તથા ભાષાની કેટલી સેવા બજાવાઈ છે તેને નિર્ણય કરવાનું કામ આપનું છે.
ભાષા એ વિચાર દર્શાવવાનું સાધન છે, અને તેથી વિચારોના વલણ પ્રમાણે તે સહેલી કે અઘરી બને છે. વિચારોની વૃદ્ધિ સાથે ભાષામાં નવા નવા શબ્દની પણ વૃદ્ધિ થતી જાય છે. આ વધારામાં સોસાઈટીએ પિતાનાં પુસ્તક દ્વારા તેમજ “બુદ્ધિપ્રકાશ' દ્વારા ભાગ લીધે છે, અને તેની અસર આપણી ભાષા ઉપર ઘણે અંશે થઈ છે. સાઠ વર્ષ પહેલાંની અને હાલની ભાષામાં પડેલો તફાવત એ તેની સાબીતી છે.
કેપના સંબંધમાં તેમણે જણાવ્યું કે ગુજરાતી ભાષાના સારા શબ્દકેષની ખોટ જણાવવામાં આવે છે; પરંતુ તે કરાવવામાં કેટલીક બાબતે બહુ હરકતકર્તા છે. આપણું ભાષા હજી જોઈએ તેવી ખેડાએલી ન હોવાથી દિવસે દિવસે નવા નવા શબ્દોનો વધારો અને ઉમેરે ભાષામાં થતો જાય . છે. વળી આપણી ભાષાની જે વિશેષ સ્થિતિ છે તે તરફ પણ લક્ષ આપવું જોઈએ. હિંદુ સંસ્કૃત શબ્દોનું ભરણું કરવા માગે છે અને પશિયન શીખેલા તે ભાષાના શબ્દનું ભરણું કરવા માગે છે, પરંતુ મારા વિચાર પ્રમાણે ભાષાનું બંધારણ જનસમૂહની ઉપયોગિતા વિચારીને રચવું જોઇએ, કે જેથી લોકે પોતાના વિચાર સહેલાઈથી એક બીજાને ભાષા દ્વારા જણાવી શકે.
સારા આધારભૂત શબ્દકોષની અગત્ય ઘણાં વર્ષ થયાં સોસાઈટીને લાગે છે, અને તે માટે સોસાઈટીને પ્રયાસ ઘણી લાંબી મુદતથી ચાલુ છે; અને આ મહોત્સવ નિમિ ઘણાં વર્ષો થયાં આરંભેલું એ કામ જેમ બને તેમ જલદી પૂરું કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આશા છે કે હવે તે થોડી મુદતમાં પાર પડશે.
કેશની પહેજ જોડણીને સવાલ પણ ગુંચવાડા ભરેલો છે. વિદ્વાનોની જુદી જુદી લેખન પદ્ધતિને લીધે આ ગુંચવાડામાં વધારો થતો જાય છે. આ ગુંચવાડે વધારવાને બદલે ઓછો કરવાની જરૂર છે; અને તેમ કરવા સહેલી ને અનુકૂળ જોડણુ માટે વ્યવસ્થા થવાની જરૂર છે. હવે હું આપને વધારે વખત ન રોકતાં આપણે વિદ્વાન પ્રમુખ સાહેબને પ્રમુખ તરીકેનું ભાષણ કરવાની વિનંતિ કરું છું. પછી દી. બ. અંબાલાલભાઈએ ભાષણ કર્યું હતું.
+ જુવે પૃ. ૨૩૪ (પરિશિષ્ટ ૯).