SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ સાઈટને હીરક મહેત્સવ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી થકી ગુજરાતમાં, ગુણ બહુ થયે સાહિત્ય વિદ્યાવૃદ્ધિની શુભ વાતમાં તે પંખો ફાર્બસ તમે પરલોકમાં રહિ પ્રીતથી, દેખો દલપતરામ! શ્રમસાકસુ રુડી રીતથી. હીરક મહેસવ આ થયે રીતથી શત ગણે, શત વર્ષને થાજે મહામણિ રુપ સોસાઇટી તળે; ઉભરે ચઢેલ ગણપતે દાખે અહીં નિજ હર્ષને ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તણા ઉત્કર્ષકને.” [ તા. ૯ મી. માર્ચ ૧૯૦૯ ]. મ. રા. ભટ્ટ સોસાઈટી સ્થપાયે પચાસ વર્ષ પૂરાં થઈ, તેના સુવર્ણ મહોત્સવને પ્રસંગ સન ૧૮૯૮ ની આખરે આવતું હતું. પણ તે સમયે સાઈટીનું નવું મકાન બંધાતું હતું, અને તેના અગલે વર્ષો જ આ નવા મકાનને પાયો મે. કમિશ્નર લેલી સાહેબના હસ્તે નંખાયા હતા ત્યારે ખાતમુહૂર્તની ક્રિયા બડી ધામધુમથી કરવામાં આવી હતી, તેથી, સોસાઈટીના કાર્યકર્તાઓએ આ અવસરે કશ ઉત્સવ ઉજવ્યું નહિ પરંતુ આ શુભ બનાવની નોંધ બુદ્ધિપ્રકાશના જાન્યુઆરી અંક (સન ૧૮૯૯) માં લેવાઈ હતી, તેમાં એસાઈટીને વૃત્તાંત રેખારૂપે વર્ણવવામાં આવ્યો હતે; તથા તેની ખુશાલીમાં સોસાઈટીએ તેનાં પ્રસિદ્ધ કરેલાં પુસ્તકે રૂ. ૧૫) ની કિંમતનાં જે સિલકમાં હોય તે–સોસાઈટીમાં સાર્વજનિક પુસ્તકાલય રજીસ્ટર થયાં હોય તેને બક્ષીસ આપવાનો ઠરાવ કર્યો હતે. તદુપરાંત જનતાની માહિતી અને ઉપયોગ માટે સોસાઈટીના કામકાજને. ૫૦ વર્ષને સમગ્ર વૃત્તાંત જ્યુબિલી નિમિત એક ખાસ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યો હતો, તે સાઈટીને વિકાસ અને વૃદ્ધિ કેવી રીતે થતી ચાલી તે જાણવા સારૂ કિમતી સાધન સામગ્રી પૂરી પાડે છે. એક દશકા બાદ સોસાઈટીના હીરક મહોત્સવનો માંગલિક પ્રસંગ આવી પહોંચ્યો. તેના ત્રણ ચાર વર્ષ આગમય સે સાઈટીની મોટી રકમ • બુદ્ધિ પ્રકાશ, સન ૧૯૦૯, એપ્રિલ પૃ. ૨. + ગુ. વ. સે. ને વાર્ષિક રીપો, સન ૧૮૯૭, પૃ. ૨૨-૨૩.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy