________________
૨૬૫
સા. દિવાળોબાઇ કન્યાશાળાના નિભાવમાં ખર્ચાય છે. આજે સાસાઇટીના ચાપડે એમનાં અને એમની પત્નીના નામનાં ૫ ટ્રસ્ટ ફંડા રૂ. ૧,૨૭,૫૨૦) નાં જમે છે, તે એમનું સોસાઈટી માટેનું મમત્વ તેમ કેળવણી; તેમાંય સ્ત્રી કેળવણી માટેને પ્રેમ વ્યક્ત કરે છે.
એમણે જેમ ધન મેળવી જાણ્યું તેમ પરોપકાર અને કેળવણીના કામાં તે વાપરીને તેએ આપણને એક પદાર્થોપાઠ શિખવતા ગયા છે, તે એમના હૃદયની ઉદારતા બતાવે છે. તેઓ, ખરે, ગુજરાતના, ખાસ કરીને અમદાવાદના અને વિશેષે કરીને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના એક સમ ભાગ્ય નિર્માતા હતા. ધન્ય હેા એ મહાપુરૂષને *
* એમના જીવન વિષે વધુ માહિતી માટે જુએ બુદ્ધિપ્રકાશ ઓકટોબર, સન ૧૯૧૨ અને ઓકટોબર, સન ૧૯૧૭,