________________
રપ.
દશાવેલી, પણ ઉમિયાશંકર જુના વિચારના, કર્મકાંડી અને યાજ્ઞિક હેઇને એ યુવતી ભાષાનું શિક્ષણ લેવા સામે વિરોધ કર્યો અને લાલશંકર પિતાની જે યજમાન વૃત્તિ હતી, તે સાચવી શકે તે માટે ક્રિયમાણનું અને વેદાદિ ગ્રંથનું શિક્ષણ લેવા તેમને ફરજ પાડી હતી. તેનું ડુંક જ્ઞાન એમણે મેળવ્યું હતું તે આપણે કાંટાવાળાએ નોંધેલા દાખલાથી જાણીએ છીએ, કે જ્યારે 3. ઢગ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદની ટ્રેનિંગ કોલેજની મુલાકાત લીધી હતી ત્યારે લાલશંકરે વેદના મંત્રો એવી ધારીએ ભણ્યા હતા કે તે સાંભળીને એ સંસ્કૃત નિષ્ણાત વિદ્વાનને ભારે આનંદ થયો હતે.
પિતાની મરજી વિરુદ્ધ જઈને એમણે નવું શિક્ષણ લેવા માંડયું; તેથી પિતા અને પુત્ર વચ્ચે મન ઉંચાં થયેલાં હતાં તેમાં ઘેરે પત્ની આવતાં, ઘરમાં ચરભાટ શરૂ થયો અને પિતાએ તેમને જુદા કાયા.
આ વખતે તેઓ નર્મલ સ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યાંથી રૂ. ૫) ની માસિક ઓલરશીપ મળતી હતી. એવામાં રા. સા. મહીપતરામ ઈગ્લાંથી નવી શિક્ષણ પદ્ધતિનું જ્ઞાન મેળવીને પાછા આવ્યા. તેમણે એ સ્કૂલના પ્રિન્સિપાલ નિમવામાં આવ્યા. તેમણે એ શાળાને ટ્રેનિંગ કૉલેજમાં ફેરવી નાંખી. અહિં લાલશંકર મહીપતરામના નિકટ સંસર્ગમાં આવ્યા:: અને એમની ટુમ્બિક સ્થિતિથી પરિચિત થઈને મહીપતરામે એમને આશ્વાસન આપ્યું હતું એટલું જ નહિ પણ એમના અભ્યાસમાં વિશેષ સવડ. કરી આપી તેમ અન્ય પ્રકારે તેઓ પ્રસંગેપાત સહાયતા આપત્ય રહ્યા હતા..
એ શાળામાં કેવા પ્રકારનું શિક્ષણ અપાતું અને કરણ કેવું શિક્ષકે હતા તેનું વર્ણન કાંટાવાળાએ નીચે મુજબ કર્યું છેઃ
“ટ્રેનિંગ લેજને અભ્યાસક્રમ ત્રણ વર્ષ પૂરા થયો, પણ રાવસાહેબ મહીપતરામની પ્રેરણાથી તે વખતના ડાયરેક્ટર મે. હાવર્ડ સાહેબે તે સંસ્થાને વર્નાક્યુલર કેલેજનું નામ આપી એક વર્ષ વધારે અભ્યાસની યોજના કરી,. અને કેટલાક આગેવાન મહેતાજીઓને પણ તેમાં સામેલ કર્યા. ઘણાખરા ઓલરેએ નોકરી લઈ લીધી, પણ આશરે પાંચેક વિદ્યાર્થી અભ્યાસ કરવા રહ્યા, તેમાં અમે બંને હતા; અને તે વખતે રૂપીઆ પાંચને બદલે દેશની શિષ્યવૃત્તિ મળવા લાગી. અભ્યાસક્રમમાં અંગ્રેજી, સંસ્કૃત, ને મરાઠી ભાષાએ ગુજરાતી સાથે દાખલ થઈ. ગણિત ઉંચા પ્રકારનું, તેમ સાહિત્યના બીજા વિષયો પણ ઉત્તમ પ્રકારના રાખવામાં આવ્યા હતા.