________________
૨૪૯ -હરગોવિંદભાઈ એમના “લાલશંકર ” વિષેના લેખમાં કહે છે, કે “લાલશંકરને મકાન બાંધવાને સારો શોખ લાગ્યો હતો. તેની સાથે મકાને કેવાં જોઈએ, ઈમારતી લાકડાં, ઇટ, ચૂનો, પથ્થર, લેહકામ વગેરે કેવું જોઈએ તે માટે તેમણે ઘણો સારો અનુભવ મેળવ્યો હતો.... સાર્વજનિક મકાને બંધાવવામાં તે તેમણે કમાલ કરી હતી.”
મકાન બાંધકામનું એમનું જ્ઞાન અને અનુભવ એવું ઝીણું અને સરસ કે કડી સુથારથી ભાગ્યેજ છેતરાય; ઉલટું તેઓ તેમના કાન પકડાવે. એ સંબંધમાં કાંટાવાળાના લેખમાંથી એક દાખલો નેધીશું
“ કડી પ્રાંતમાં ઘણે ઠેકાણે પાણી ભરાઈ જવાથી જમીન ખારાળ થઈ ગઈ હતી. તે સુધારવા માટે શ્રીમંત ગાયકવાડ સરકારે તે કાઢવા માટે એક મોટી નહેર–ગટર ખોદાવી. તેનું પરિણામ એ આવ્યું કે નજીકના અંગ્રેજી રાજ્યના મુલકની જમીનને નુકસાન થવા લાગ્યું, તેથી તે વિષે લાલશંકરની કોર્ટમાં દાવો મંડાયો. તેમાં ગાયકવાડી રાજ્યના એક્ઝિક્યુટિવ ઇજનેર વસનજીભાઇની જુબાની લેવાની હતી. એ જુબાની વખતે પ્રશ્નો પૂછવામાં લાલશંકરે ઈજનેરી કામકાજ સંબંધે એવા સવાલે કર્યો કે વસનજી ચકિત થઈ ગયા અને તે સંબંધે તેમણે મારે માટે લાલશંકરનાં ઘણાં વખાણ કર્યા હતાં.”
લાલશંકર કેળવણીનાં, સુધારાનાં, જ્ઞાન પ્રચારનાં, સાર્વજનિક અને પરોપકારનાં કાર્યો કરવાના સંસ્કાર એમના ગુરૂ મહીપતરામ પાસેથી પામ્યા હતા; અને એ સઘળું કામ એમની નોકરી ઉપરાંતના ફાજલ સમયમાં તેઓ કરતા હતા. મહીપતરામ નામક પ્રકરણમાં આપણે જોઈ ગયા કે દુર્ગારામ મહેતાજીના સુધારા વિષેના વિચારોની છાપ એમના શિષ્ય મહીપતરામ પર સજજડ પડી હતી; અને તે સુધારાને વારસો એમણે એમના પ્રિય શિષ્યો લાલશંકર અને હરગોવિંદદાસને સે હતિ. જ્યોતમાંથી
જ્યોત પ્રકટે તેમ દુર્ગારામ પાસેથી સુધારાની દીક્ષા મહીપતરામ પામ્યા અને તે દીક્ષામંત્ર એમણે એમના શિષ્યો લાલશંકર અને હરગોવિન્દદાસના કાનમાં . ઉપરોક્ત લેખમાં કાંટાવાળા સ્વીકારે છે, કે “જન સેવા બજાવવાની, સામાજિક સુધારણા કરવાની, દેશી વેપાર ઉદ્યોગમાં વૃદ્ધિ કરવાની શિક્ષા તેમને (લાલશંકરને) તથા મને અમારા ગુરૂ રાવસાહેબ
* સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૮, પૃ. ૫૨૮–૨૯. + સાહિત્ય-સપ્ટેમ્બર, સન ૧૯૨૮, પૃ. ૫૨૬.