________________
પ્રકરણ ૧૨
લાલશંકર ઉમિયાશંકર
." Lalshankar was not a dreamer but a doer. The idealist and the realist, the man of thought and of action-combined in him and there was never a day which did not see some act however little done to remove ignorance, help distress and glorify God."
Sir. N. G. Chandavarkar-[ Indian Social Reformer, 27th October 1912].
પ્રાથમિક શાળાને એક સામાન્ય વિદ્યાથી પણ “અંકગણિતનાં મૂળત ” એ ગણિતનું પુસ્તક શિખતાં એના કર્તા લાલશંકરના નામથી સુપરિચિત હોય છે અને અમદાવાદ જેવા આવનાર મુસાફર તેની જાહેર સંસ્થાઓનાં મકાને નિહાળીને તે વિષે પૂછપાછ કરે તે તેના સાંભળવામાં લાલશંકરનું જ નામ આવે. રાયપુર દરવાજા બહાર મહીપતરામ અનાથાશ્રમથી શરૂ કરી, કાંકરીઆના રસ્તે આપારાવ લાઇબ્રેરી, ત્યાંથી આસ્ટેડીઆ તરફ વળતાં ઍલિફન્ટ રોડ પર અંજુમને ઇસ્લામની હાઇસ્કુલ અને અગાડી વધતાં મહાલક્રમી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેનની સામે સ્ત્રીઓની કલબ-ભોળાનાથ સારાભાઈ લીટરરી ઇન્સ્ટીટયુટ ફોર વિમેન, નદી પાર એમના વિશાળ બંગલાની પછીતે, માદલપુર ગામના મોખરે રવિશંકર દવાખાનું અને શહેરમાં પાછા આવતાં સેશન્સ કોર્ટની નજદિક ગુજરાત સંસાર સુધારા હૈલ અને શહેરના અગ્ર ભાગમાં કારંજના બાગ સામે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, એ સર્વ મકાને એમનાં બંધાવેલાં છે. જે જે સંસ્થાઓ સાથે તેમને નિકટ સંબંધ હતા તે સર્વને એમણે આબાદ કરી હતી; એટલું જ નહિ પણ તેનું અસ્તિત્વ કાયમ રહે એ આશયથી તેનાં માટે ફંડ અને મકાનની સવડ કરી આપી હતી. એકલા અમદાવાદમાંજ નહિ પણ જ્યાં જ્યાં નોકરીના પ્રસંગે એમનું જવાનું થયું હતું ત્યાં ત્યાં એમણે નિશાળ, લાઈબ્રેરી, પ્રાર્થના સમાજ કે અનાથાશ્રમ સ્થાપવાને પ્રયાસ કર્યા હતા. એમના મકાન બાંધવાના શોખ વિષે લખતાં