________________
૧ઃ
સ્વાશ્રયી અને સ્વતંત્ર સ્વભાવ મૂળથી એમનેા હતેા. સામાજિક અને સાર્વજનિક પ્રવૃતિઓમાં તેએ રસભર અને આગેવાન ભાગ લેવા માંડતા, ખાતાને એમની એ પ્રવ્રુત્તિની સૂગ ચઢી. એમને તે રુચ્યું નહિ અને મિત્ર અને શુભેચ્છકોની મદદથી તેએ વડાદરા રાજ્યમાં ન્યાય ખાતામાં જોડાયા. જાન્યુઆરી ૧૮૭૬ ના રોજ નવસારીમાં ડિસ્ટ્રીકટ જડતા ચાર્જ એમણે સંભાળી લીધા. એક કિંમતી હીરે! જ્યાં જાય ત્યાં સ્વયંપ્રકાશથી ઝળહળી ઉઠે અને સા કાઇ તેનુ મૂલ્ય પિછાને. તેએ વડાદરા રાજ્યમાં વડા ન્યાયાધિશના આહ્વા સુધી પહોંચ્યા હતા; એટલુંજ નહિ પણ એક પ્રામાણિક અને અધિકારી તરીકે પ્રજા અને સરકાર ઉભયની સારી પ્રીતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા હતાં. ન્યાય આપવામાં તેઓ એટલા તટસ્થ વૃત્તિના અને સ્વતંત્ર પ્રકૃતિના હતા કે કોઇ એમના પર લાગવગ ચલાવી શકે નહિ, પછી તે નજદિકને સ્નેહી સંબંધી હે:ય, શ્રીમંત હોય કે મ્હોટા હાકેમ હોય.
સ્વતંત્ર
સન ૧૮૯૯ ના જુલાઈમાં નિવૃત્ત થઈ તેએ અમદાવાદમાં આવી રહ્યા. તે દિવસથી અમદાવાદના જાહેર જીવનમાં ફેર પડયા. તે અરસામાં રા. બા. રણછેડલાલનું અવસાન થયું. શહેરમાં એક અગ્રેસરની ખોટ પડી હતી. એ સ્થાન દિ. ખા. અંબાલાલભાઈએ પૂર્યું. સાસાઇટીના પ્રમુખ તરીકે એમની પસંદગી થઇ. એ પદ પર તેએ સને ૧૯૧૩ના જુન સુધી રહ્યા. બીજે વર્ષે તે એમનું અવસાન થયું.
શહેરમાં લોકમત કેળવવા, લોકને જાગૃત કરવા જ્ઞાન પ્રચારક નામનું એક મંડળ એમણે સ્થા યું. ગુજરાત સભાને સતેજ કરી. સન ૧૯૦૨ માં એકવીસમી ઇન્ડિયન નેશનલ કેન્ગ્રેસ ભરાનાર હતી, તેની સ્વાગત કમિટીના અધ્યક્ષનુ સ્થાન સ્વીકાર્યું. સ્વદેશી હિલચાલના અગ્રેસર થયા. સામાજિક, રાજકીય; ઔદ્યોગિક કે સાહિત્ય વિષયક કાઇ પણ સભા મળે તેમાં એમની પ્રમુખ તરીકે ચુંટણી થતી. એમની હાજરી સિવાય ભાગ્યેજ કોઈ સભા એ વિસામાં જોવામાં આવતી. નિવૃત્ત થયા છતાં પ્રવૃત્તિમય વન એમણે આરંભ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલીટીમાં પણ એક સભ્ય તરીકે ચુંટાયા. મુંબઇ ધારાસભામાં જવાને તેમણે ઉમેદવારી કરી પણ તેમાં નિષ્ફળ નિવડયા. સન ૧૯૦૭ માં સુરતમાં ભરાયેલી ઔદ્યોગિક પરિષદે એમને પ્રમુખ નીમી માન આપ્યું હતું. એમને! અશાસ્ત્રના અભ્યાસ પ્રથમથી સારા. સાસાઇટી માટે એમણે મીલકૃત ‘ અર્થશાસ્ત્રના સિદ્ધાન્તા 'એ પુસ્તક લખી આપ્યું હતું. સ્વદેશી ઉદ્યોગમાં સ્વદેશી હિલચાલને લઇને એમનું ચિત્ત પરાવાયું. અમદા