________________
ય
અમદાવાદમાં સ્વસ્થ રણછેડભાઇનું નામ એમની ત્રણ પેઢી થયા છતાં અદ્યાપિ આબાળ વૃદ્ધ સાને મુખે સાંભળવામાં આવે છે અને એ નામ સ્મરણમાં એક પ્રકારની ઉપકારવશ આનંદની લાગણી અનુભવાય છે. એમણે કાર્યો પણ એવા મહત્વનાં, લોકોપકારી, જનસુખકારીનાં, કેળવણી અને હુન્નર ઉદ્યોગનાં આરંભ્યાં હતાં કે તે એમનું નામ સદા યાદગાર રખાવે. આજે અમદાવાદ શહેર આટલું બધું તાલેવત, વસ્તીથી ભરચક, ખીલેલું અને વિસ્તરેલું, આબાદ સ્થિતિમાં જોવામાં આવે છે, એ સઘળે પ્રતાપ રછેાડભાઇને છે.
એમને જન્મ તા. ૨૯ મી એપ્રિલ સન ૧૮૨૩ ના રાજ ડાકાર મુકામે થયા હતા. એમનાં માતાપિતા જાત્રાએ નિકળ્યાં હતાં, પાટણ પાછા ફરતા પહેલાં ડકાર આવેલાં. અહિં રણછોડભાઇના જન્મ થયા; અને એ બનાવને શ્રી રણછેાડરાયની કૃપા માની તે બાળકનું નામ રણછોડભાઇ રાખવામાં આવ્યું હતું. એ સંબધી એક ચમત્કારી વાત નેાંધવામાં આવી છે. જ્યારે તે જુનાગઢ-ગિરનારની યાત્રાએ પહેાંચેલાં ત્યારે ડુંગર પરથી પાછા ઉતરતાં સહેજ અંધારૂં થઈ ગયલું; અને તેએ રસ્તા ભૂલેલા. એ સ્થિતિમાં આખી રાત વચગાળે એક સાધુની ઝુપડીમાં ગાળવી પડેલી અને તે સાધુએ જે કાંઈ ખાવાનું આપ્યું તે આરેાગીને સાષ માનેલા. તે પ્રસંગે સ્વસ્થનાં વ્હેન મ્હોટીબાએ એ સાધુને સવાલ કર્યાં હતો કે મારા માતા પિતાને એક પુત્ર અવતરશે કે નહિ, તેના જવાથ્યમાં એ સાધુએ કહ્યું હતું કે, ‘જરૂર, તને એક ભાઈ પ્રાપ્ત થશે અને સારાં કાર્યો માટે તેની બહેાળી ખ્યાતિ થશે.' ખરે એ સાધુવાણી સાચી નિવડી છે.
તે દિવસેામાં હાલની પેઠે શિક્ષણ માટે પદ્ધતિસર ગોઠવણ નહોતી. ગામઠી નિશાળે! ખાનગી ચાલતી ત્યાં બાળકોને માબાપા ભણવા સાફ મેાકલતાં, ત્યાં લેખન વાચન સામાન્ય રીતે શિખવાતું. સ્લેટા નહિ એટલે લાકડાની રંગેલી પાટી પર ખડીમાં મેળાને વતરણાથી મૂળાક્ષર લખાવવામાં આવતા. અને આંક માટે કરાવાતાં. મહેતાને નિશાળગયણું કરાવતી વખતે માબાપ તરફથી થોડીક દક્ષિણા મળતી; વાર તહેવારે સીધું મળતું અને પરચુરણ ચીજો ઘેાડી ઘણી મળતી. આ સિવાય શિક્ષણ સારૂ બીજી કશી રી આપવામાં આવતી નહોતી.
અમદાવાદમાં આવી વરયા પછી રણછેડભાઇને એમના પિતાએ તુલજારામ મહેતાની નિશાળે બેસાડયા હતા. તે વખતે ફારસીનું જ્ઞાન