________________
૨૨૧ શાન્તિદાસ શેઠના પ્રપત્ર ખુશાલચંદે પણ મરાઠાઓની ધાડ અને લુંટફાટમાંથી શહેરનું રક્ષણ કર્યું હતું, અને તેની કદરસનાશી તરીકે પ્રજાએ રાજીખુશીથી શહેરમાં આવતા માલ પર અમુક ટકા જકાત નાંખવાને હકક, તેમને અમદાવાદના હાકેમની સંમતિ મેળવીને સ્થાપી આપ્યો હતો અને એ હક્ક બદલ આજે પણ નગરશેઠના કુટુંબને બ્રિટિશ સરકાર તરફથી. રૂ. ૨૧૩૩ નું સાલિયાણું મળે છે.
રાજદરબારમાં એ કુટુંબને માનમરત અને લાગવગ જેમ હે અને બહોળા હતા તેમ પ્રજા પક્ષે એમની સખાવત અને ઉદારતા એટલાંજ પ્રશંસનીય અને પરોપકારી વૃત્તિવાળાં હતાં.
નગરશેઠ હીમાભાઈએ સોસાઈટીને પ્રથમ મકાન બંધાવી આપ્યું હતું, તેને વૃત્તાંત “હીમાભાઈ ઈન્સ્ટીટયુટ' એ નામવાળા પ્રકરણના પ્રથમ ખંડમાં અપાઈ ગયો છે.
લકનું શ્રેય કરવાના અને સહાયતા આપવાના કુલીનતાના ગુણો એમના પુત્ર શેઠ પ્રેમાભાઈમાં પણ વારસામાં ઉતર્યા હતા.
એક શરાફી પેઢી તરીકે એમની આંટ બહોળી તેમ દેશપરદેશમાં જામેલી હતી અને હેટા મહેટા સ્થળેએ એમની આડત ચાલતી. કવિ દલપતરામને વઢવાણથી તેડાવવા પ્રથમ પત્ર મોકલેલે તે એમની પેઢી મારફત ગયો હતે. શહેરમાં જે કાંઈ જાહેર કાર્ય ઉપસ્થિત થાય તેમાં અગ્રેસર એ કુટુંબ જ હોય; અને તે દરેકમાં તેમની સહાનુભૂતિ અને સહાયતા હેય ને હેય. એમની એ પ્રતિષ્ઠાને લઈને સરકારે એમને મુંબઈની ધારાસભાના સભ્ય નિમ્યા હતા અને એમનાં સખાવતનાં કાર્યો માટે રાવબહાદુરને ઈલ્કાબ પણ બક્યો હતે.
સાઈટીએ પણ સન ૧૮૭૭ માં એમને તેના પ્રમુખ નીમીને એક પ્રકારનું ગેરવ પ્રાપ્ત કર્યું હતું.
'ઉત્તરાવસ્થામાં તેઓ શાન્ત, એકાંતમય જીવન પ્રભુ ભક્તિમાં ગાળતા..
સન ૧૮૮૭ માં તા. ૧૦ મી ઓકટોબરે એમનું પાકી વયે અવસાન થયું હતું.
સોસાઈટી સાથે એમનો સંબંધ યાદ રહે એ આશયથી એમના પુત્ર નગરશેઠ મણિભાઈએ રૂ. ૩૦૦ ની રકમ શેઠ પ્રેમાભાઈના નામથી
* તેની યાદી માટે જુઓ જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૨૪,