SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કે. સી. આઈ. ઈ. ને ખીતાબ ઈનાયત કરવાને અને દરબાર ભરવામાં આવ્યો ત્યારે સેસાઇટીની ઈમારત માટેનું એક ફંડ ઉભું કરવામાં આવ્યું તેમાં રૂ. ૩૯૭૭) ની રકમ ભરાઈ નવું મકાન થયેથી સોસાઈટીના કબજામાને હાલને ભાગ હીમાભાઈ લાયબ્રેરીને આપ એ શરતથી સોસાઈટીનું નવું મકાન બાંધવાને મફત. જગા આપવા સારૂ સરકારને અરજ કરવામાં આવી. સરકારે આ જગા ૯૯ વરસને પટે આપી છે, અને તે મુદત સન ૧૯૯૭ ના માર્ચ આખરે પૂરી થવાની છે. જે સરકારી નોકરેએ આ કામમાં મદદ કરી છે, તેમને અને મ્યુનિસિપાલિટીને સાઈટી ઉપકાર માને છે. આ ઈમારતમાં જાહેર સભાઓ અને ભાષણે માટે એક “હાલમાં બાંધવાને છે. પરલોકવાસી નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ સ્મારક ફંડના સેક્રેટરીએ કેટલીક શરતોથી તે ફંડ સેસાઇટીને આપવા જણાવ્યું. તે શરતે સાઈટીએ માન્ય કરી છે, અને “હૈલ” ને “પ્રેમાભાઈ હીમાભાઈ હૈલ” એવું નામ આપવામાં આવનાર છે. સાઈટીને પ્રથમથી મોટા રાજ્યાધિકારીઓ અને મોટા દરજજાના અંગ્રેજ અધિકારીઓએ આશ્રય આપે છે. મુંબાઈને ત્રણ ગવર્નરે લેંડ ફેકલાંડ, લૈર્ડ એલ્ફિન્સ્ટન, તથા ઑર્ડરે સાઇટીના પેટ્રન થયા છે. તેમજ સંસાઈટી સ્થપાઈ ત્યારે શ્રીમંત સરકાર ગાયકવાડે સોસાઈટીને બક્ષિસ આપી હતી અને હાલના ગાયકવાડ મહારાજ સર શ્રી. સયાજીરાવ પણ સોસાઈટીના પેટ્રન છે. મુંબાઈને શેઠ પ્રેમચંદ રાયચંદે સાઈટીને રૂ. ૧૦૦૦૦ ની મેટી રકમની ઉદાર બક્ષીસ આપેલી છે તે પણ અત્રે કહેવું જોઈએ. બધા આશ્રય આપનારને સોસાઈટી ઉપકાર માને છે. જે પરોપકારી યુરોપિયન અને દેશી અમલદારેએ સંસાઈટી માટે ભારે પરિશ્રમ લીધે છે, તેમના પ્રયાસને લીધે સોસાઈટીની હાલની સારી સ્થિતિ થઈ છે. એ પ્રયાસ લેનારમાં પ્રથમ અને મુખ્યત્વે સ્વર્ગવાસી એ. કે. ફાર્બસ છે. ગુજરાતના પુરાણા ઈતિહાસ અને ગુજરાતી સાહિત્ય સંબંધી તેમણે લીધેલે શ્રમ સુપ્રસિદ્ધ છે. માટે સોસાઈટીના મકાનને પાયો નાંખવાનું કામ પણ, જે ઉંચી પદવીના યુરોપિયન અમલદારે પિતાને બધે વખત ગુજરાતમાં કાઢયો છે અને જેમને હાથે ગુજરાતના લોકનું અનેક પ્રકારે હિત થયું છે તથા જ્ઞાનવૃદ્ધિ થઈ છે. તેમને હાથે થાય એ જ યથાર્થ છે. મિ. લેલી ! આપે અને મિસિસ લેલીએ ગુજરાતી ભાષા
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy