________________
૨૦૧ GERHi " and to promote education in general ” at શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા,
સન ૧૮૭૯ ના રીપોર્ટમાં એ સુધારેલો નિયમ નીચે મુજબ આપેલ છે -
આ સોસાઈટીને હેતુ એ છે કે-ગુજરાતી ગ્રંથને ઉત્તેજન આપવું, ઉપયોગી જ્ઞાનનો વધારો કરે અને અનેક પ્રકારે કેળવણીને ઉત્તેજન આપવું.”
આ પ્રમાણે સાઈટીનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવાની સાથે સંસાઇટીના કામકાજમાં લેકે વધુ રસ લેતા થાય અને તેમાં સભાસદ તરીકે જોડાવાને આકર્ષીય એ આશયથી સભાસદના ધોરણમાં વાર્ષિક રૂ. ૨ આપનારને ત્રીજો વર્ગ દાખલ કરવામાં આવ્યો હતો અને વિશેષમાં સામાન્ય સ્થિતિને મનુષ્ય સોસાઇટીમાં આજીવન સભ્ય તરીકે જોડાઈ શકે તેટલા માટે તેનું લવાજમ તે હફતાથી ભરે એવી જોગવાઈ કરી આપવામાં આવી હતી. સન ૧૮૮૭ માં એ સુધારો પસાર કરવામાં આવ્યો. તે નિયમ નીચે મુજબ હતો –
બાય હૈ, એકી વખતે રૂ. ૫૦) સામટા આપી શકે એવી જેની સ્થિતિ ના હોય તેવો જે લાયક માણસ દર વરસે રૂ. ૧૦) પ્રમાણે પાંચ હપતાથી રૂ. પ૦) પૂરા કરી આપે તેને જન્મપર્યત મેમ્બર કરવો. પહેલે હપતે પ્રથમથી જ લે અને પછી દર વરસે ચડેચડયો હપતો લે. જેને હપતે પડશે તેના પડેલા હપતા પહેલાં આપેલા રૂપિઆ નકામાં જશે એટલે ફરીથી પાંચે હપતા બરાબર ભયો સિવાય તેને મેમ્બર કરવામાં નહિ આવે અને વસૂલ થઈ ચૂકેલા રૂપિઆ બક્ષીસ ખાતે ગણવામાં આવશે. ચડયેચડ્યો હપતે આપનારને રૂ. પ૦) પૂરા થતા સુધી બુદ્ધિપ્રકાશ ચોપાનિયું બક્ષીસ આપવું અને રૂ. પ૦) પૂરા થયા બાદ તેનું નામ જન્મપર્યતન મેમ્બરમાં દાખલ કરી એ પ્રકારના મેમ્બરના સર્વ હક્ક તેને આપવા. કઈ માણસ થોડા હપતા ભર્યા પછી બાકીના હપતાના રૂપીઆ સામટા આપે તો તે લેઈ તે વખતથી તેને જન્મપર્યંતને મેમ્બર કરે.
- ગુ. વ. સ. ને રીપોર્ટ, સન ૧૮૮૭, પૃ. ૬.