________________
૧લા
કવિતાના પુસ્તકોમાં દલપત કાવ્યની અગાઉ નેંધ કરેલી છે. કવિ કહાનજી ધર્મસિંહ રચિત “સ્ત્રીગીત સંગ્રહ” નિતિબેધક વાચન પૂરું પાડે છે. સ્વર્ગસ્થ કાંટાવાળા સંપાદિત ઉદ્ધવકૃત રામાયણ જુની-કવિતાના પુસ્તક તરીકે મહત્વ ધરાવે છે; એટલું જ નહિ પણ તેનું પ્રકાશન ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં કેટલાક ખૂટતા અંકડા પૂરા પાડે છે
સવર્ગસ્થ લાલશંકરે શાળાઓમાં વિદ્યાથીઓને નીતિપાઠ અને સદાચરણને એધ આપવાનું સુતરૂ થાય એ વિચારથી “શિક્ષા વચન” એ નામથી એક કવિતા સંગ્રહનું પુસ્તક સંન્યું હતું. રણછોડભાઈ કન્યાશાળામાં તેના સ્થાપક રહ્યું છેડભાઈએ કન્યાશાળામાં ધાર્મિક અને નીતિના શિક્ષણ પર ખાસ આગ્રહ કર્યો હતે; અને તે શાળાના સેક્રેટરી તરીકે એ મુદ્દો વિચારીને લાલશંકરભાઈએ સદરહુ પુસ્તક ગૂંચ્યું હતું અને તે જુદા જુદા ગૃહસ્થને મોકલી આપતાં, સર્વેએ તેની સંકલના પસંદ કરી હતી.
ઐતિહાસિક પુસ્તકોમાં થોડાંકની નેંધ ઉપર થયેલી છે. બાકીનામાં 3. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરકૃત “દક્ષિણ પૂર્વ સમયનો ઈતિહાસ અને સ્વર્ગસ્થ રાનડે રચિત “મરાઠી સત્તાને ઉદય’ એ પુસ્તકોના તરજુમા શ્રીયુત નવનીતરાય નારાયણભાઈ મહેતા અને સ્વર્ગસ્થ કરીમઅલી રહીમઅલી નાનજીઆણુએ કર્યા હતા. તે ઉત્તમ પુસ્તક છે એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. શ્રીયુત નવનીતરાય જ્ઞાતે સાઠેદરા નાગર છે; વર્ષો સુધી વકીલાત કર્યા પછી હાલમાં તેઓ નિવૃત્તિમાં આનંદ લે છે. એમણે એની બિસન્ટ કૃત Thought Power વિચારબળ અને તેની શક્તિ” એ પુસ્તકને ગુજરાતીમાં ઉમેર્યું હતું. જી. નાનજીઆણુએ તેમનું જીવન કેળવણીના કાર્યમાં ગાળ્યું હતું અને એક મુસ્લીમ લેખક તરીકે એમની સાહિત્ય સેવા જાણીતી છે.
છેવટે ફાર્બસ રચિત “રાસમાળા” ની અમે નોંધ કરીશું. એ પુસ્તકની પહેલી આવૃત્તિ ગુજરાતીમાં શ્રી ફેંર્બસ સભા-મુંબાઈએ છપાવી હતી. તેની બીજી આવૃત્તિ કાઢવા સોસાઇટીએ એ સભાની પરવાનગી માગી હતી, તે એને આપવામાં આવી હતી. સંસાઈટીએ એમાં રણછોડભાઈ પાસે નવાં ટીપ્પણે, નેંધ વગેરે ઉમેરાવ્યું હતું. એ રીતે ગુજરાતીના ઈતિહાસના અભ્યાસીઓને તે પુસ્તક બહુ મૂલ્યવાન થયું હતું. 1 - એ વિશે ચર્ચા માટે જુએ . રામલાલ મેરીને લેખ “ગુજરાતી ” ને દિવાળી અંક, સંવત ૧૯૮૮.