________________
હતો. ઈબ્સન રચિત ડેલહાઉસનું એ રૂપાંતર હતું, અને તે સફળ નિવડયું હતું. ખેદને વિષય એ છે કે એ બહેન લાંબુ આયુષ્ય ભોગવવા આવ્યા નહિ; નહિ તે એમની પાસેથી વિવિધ વિષયની નવીન કૃતિઓ–વાર્તા, નાટક, કવિતા વગેરે આપણને મળતાં રહ્યાં હોત, જે આપણને આનંદદાયક થઈ પડી, સ્ત્રી માનસ અને સ્ત્રી શક્તિને સરસ પરિચય કરાવત.
કેટલીક નવલકથાઓ” એ નામનું એમની ચાર નહાની વાર્તાઓનું પુસ્તક એમના મૃત્યુ બાદ બહાર પડયું હતું. તેમાં લેડી વિદ્યાબહેન નીલકંઠે, એ બહેન વિષે નીચે મુજબ હકીકત આપી છે અને તે જાતમાહિતી પરથી લખાયેલી હાઈ પ્રમાણભૂત લેખાશે.
સ્વ. સ. સુમતિ, મૂળ ભાવનગરના પણ મુંબઈવાસી જાણતા શહેરી રા. લલ્લુભાઈ શામળદાસની પુત્રી થાય અને અમદાવાદના પ્રસિદ્ધ સરદાર રા. બ. ભેળાનાથ સારાભાઇના પુત્ર સ્વ. ભીમરાવની દોહિત્રી થાય. બાળપણથી અતિશય ચંચળતા તેનામાં જણાઈ આવતી. એની જીંદગી ઝપાટાબંધ પૂરી થવાની હતી તેથી જાણે બેલતાં ચાલતાં સર્વ તે અસાધારણ નાની ઉમરે શીખેલી. તેને શાળાને રીતસરને અભ્યાસ લાં વખત નહીં ચાલેલો પરંતુ બુદ્ધિની તીવ્રતા, જ્ઞાનની જિજ્ઞાસા અને પિતાના. ઘરનું પુસ્તકમય વાતાવરણ એ સર્વને પરિણામે બહેન સુમતિને વાંચનને. શોખ બેહદ થયો. કુટુંબીજને સાથે નવું નવું વાંચી, જેમનું જે વિષય તરફ વલણ હોય તેમની તરફથી તે સંબંધી જ્ઞાન મેળવી ઘણું ટુંકી મુદતમાં તેણે ઘણાં પુસ્તકો વાંચ્યાં–વાંચ્યાં એટલું જ નહીં પણ સાહિત્યરસિકતનાં, સંસ્કારિતાનાં બીજ પિતાના હદયમાં રેપ્યાં, કુદરતે એનું હદય એ સર્વગ્રહણ કરે એવું ઘડયું હતું એટલે યોગ્ય સ્થાને એ બીજ પડતાં તેમને વિકાસ થઈ જનસમાજને તેનાં મધુર ફળ મળ્યાં.
| ગુજરાતી સાહિત્યમાં સૈ. સુમતિનું સ્થાન ઉંચું છે એમ સાક્ષાએ સ્વીકારેલું છે. ગુર્જર સ્ત્રી સાહિત્યમાં તે એથી પણ વિશેષ ઉંચા પદની એ અધિકારિણી છે. સ્ત્રી લેખક–ખરેખર પ્રતિભાશાળી લેખકે ગુજરાતમાં નહીં જેટલાં છે. સુમતિ જેટલી દિશામાં કાર્ય કર્યું હોય એવાં તે કોઈ નથી એમ કહીએ તે ચાલે. કાવ્યો, નાટકો, વાર્તાઓ, વગેરે સાહિત્યનાં મુખ્ય અંગમાં તેને પ્રવેશ હતે !!
છે જુઓ “કેટલીક નવલકથાઓ', પૃ. ૩-૪ . . .. ,