SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ તૈયાર કરી શકેલા. તે પછી એમનું મૃત્યુ થયું એટલે એ કાર્ય અધુરું જ રહ્યું હતું. બેકનનું ચરિત્ર શ્રીયુત મોતીલાલ છોટાલાલ પાસે લખાવવામાં આવ્યું. હતું. ઈંગ્લાંડના એ મહાપુરુષનું ચરિત્ર વિદ્યાર્થીઓને વિચાર કરવા પ્રેરશે. કુમારી કાર્પેન્ટર હિંદમાં મુસાફરી કરી ગયેલાં. હિન્દી સ્ત્રીઓનાં ઉકર્થે એમણે ઉપાડી લીધેલી પ્રવૃત્તિ જાણીતી છે. એ પરોપકારી. વિદુષીનું ચરિત્ર બંગાળીપરથી દેવરામ શિવરામે તૈયાર કર્યું હતું. અર્થશાસ્ત્રના એક સમર્થ લેખક તરીકે હેત્રી ફસેટનું નામ સુવિદિત છે. હિન્દના હિત માટેની એમની લાગણી અને તે માટે પાલામેન્ટમાં તેઓ. લડત ચલાવતા તે ખાસ પ્રાન ખેંચતી. એ ચરિત્રના લેખક શ્રીયુત જીવાભાઈ રેવાભાઈ પટેલનાં બીજાં બે પુરત જીવનને આદર્શ (Lecky's Map of Life)ને તરજુમે અને મીલકૃત subjection of Women પરથી. લખાયેલું “સ્ત્રીઓની પરાધિનતા' ગુજરાતી બંધુઓએ વાંચવા જેવાં છે. શ્રીયુત છગનલાલ ઠાકોરદાસ મોદી અનુવાદિત “જિંદગીને ઉપયોગ” સર જોન લબક લિખિત Use of Life ને તરજુમે જીવનને આદર્શ અને છંદગીનું સાફલ્યની પેઠે આકર્ષક અને બોધપ્રદ છે. સામાન્ય જ્ઞાન અને નીતિનાં પુસ્તકમાં સ્વર્ગસ્થ દ્વારકાંદાસ મેંતીલાલ પરીખનાં બે પુરત “કુટુંબનું અભિમાન” અને “નસિબ અને ઉદ્યોગ” સહજ લક્ષ ખેંચે છે; અને તે મરાઠી પરથી લખાયાં હતાં. એવું બીજું. મરાઠીપરથી યોજાયેલું “ શિક્ષણ સૂત્ર” નામનું પુસ્તક હતું. કેળવણીમાં. રસ લેનારાઓને તે કંઈક ઉપયોગી જણાશે. “દુનિયાની બાલ્યાવસ્થા ” એ નામનું પુસ્તક એડવર્ડ કલૈંડના ઈગ્રેજી પુસ્તક પરથી ન્યાય ખાતાના કલાક રા. મણિલાલ દલપતરામ પટેલે લખ્યું હતું; અને યુવાનને બેધવચન' જાણતા “અંગ્રેજી ગુજરાતી કેષના પ્રયોજક શ્રી. ગોવર્ધનપ્રસાદ વ્યાસે મદ્રાસની ક્રિશ્ચિયન જ્ઞાનપ્રચાર મંડળી તરફથી પ્રસિદ્ધ થયેલું રેવ. ડો. મરડોકના પુસ્તકને તરજુમે છે. આ બે ચોપડીઓ કવિ ચકભાઈ સ્મારક ફંડમાંથી છપાવવામાં આવી હતી. વિજ્ઞાનગ્રંથમાં શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરીનું “સરલ પદાર્થવિજ્ઞાન' નામનું પુસ્તક વિદ્યાર્થીઓને બહુ ઉપકારક નિવડયું છે. વિજ્ઞાનના શુષ્ક અને નીરસ જણાતા વિષયને આનંદદાયક તેમ સરલ કરી મૂકવાની.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy