________________
૧૮૧ કૃપાશંકર દોલતરામ ત્રવાડી, એ સરખેજના રહીશ અને જ્ઞાતે મોઢ બ્રાહ્મણ હતા. સોસાઈટીમાં આસિ. સેક્રેટરીની જગે ખાલી પડતાં એમને રા. સા. મહીપતરામની ભલામણ પરથી સન ૧૮૮૦ ના નવેમ્બરમાં એ પદે નિમવામાં આવ્યા હતા. એ સમયે તેઓ વાઘોડીઆની સરકારી શાળામાં મહેતાજી હતા. તેઓ લગભગ નવેક વર્ષ સોસાઈટીમાં રહ્યા હતા.
બંગાળી પરથી એમણે “ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર” અને “રાજા રામમેહનરાય” નાં ચરિત્રો લખ્યાં હતાં. અને તે ગુજરાતી વાંચનારાઓમાં વખણાયાં છે. એમનું “ગૃહિણું કર્તવ્ય દીપિકા” નામક સ્ત્રી ઉપયોગી પુસ્તક એટલું ઉપકારક જણાશે; અને ચોથું “શિયા” નામનું પુસ્તક તે કાળની પરિસ્થિતિ લક્ષમાં લેતા સારી માહિતી આપતું હતું.
એમના પછી સુરતના વતની (ખાતરી) બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના જગજીવનદાસ ભવાનીશંકર કાપડીઆ આસિ. સેક્રેટરીના પદે સન ૧૮૮૯ માં નિમાયા હતા. નોકરી છોડ્યા પછી એમણે મીલકૃત “પ્રતિનિધિ રાજ્ય વિવેચન,’ ‘હિંદનાં મહારાણી અને તેમનું કુટુંબ” અને “સર વિલિયમ વિલેસ’ એ ત્રણ પુસ્તકો ઈગ્રેજી પરથી રચીને સોસાઈટીને છપાવવા માટે મોકલી આપ્યાં હતાં, જે સ્વીકારાયાં હતાં. એ ત્રણમાં મીલને અનુવાદ ધ્યાન ખેંચે છે. એ વિષે અભિપ્રાય લખી મોકલતાં કમળાશંકરે જણાવ્યું હતું કે,
બધા ભાષાન્તરેના નમુનામાં આ સૈથી સારો છે. મારા અભિપ્રાય પ્રમાણે એ ઈનામને લાયક છે.”
સન ૧૮૯૪ માં કવિ બાલાશંકરે સોસાઈટીને ચાર્જ લીધે હત; પણ તેઓ એ સ્થાને ઝાઝી મુદત ટકેલા નહિ. ગુજરાતના ઇતિહાસ માટે એમને અપૂર્વ પ્રેમ હતો. ભારતી ભૂષણ માસિક સાથે એક “ઈતિહાસમાળા” નામનું
પાનિયું એમણે કાઢયું હતું. બુદ્ધિપ્રકાશમાં એમણે મિરાતે સિકંદરીમાંથી લેખો આપવા માંડયા હતા. એમની સૂચનાથી કમિટીએ મુનશી અમીરઅલીને ગુજરાતીના ઈતિહાસના સંબંધમાં એક પત્ર લખ્યો હતો.
એમના એ ઈતિહાસના શેખને લઈને એમણે માર્કોપોલોના પ્રવાસનો ગુજરાતીમાં તરજુમ કરી, તે ગ્રંથ સોસાઈટીને આપ્યો હતે.'
• જુઓ ભારતી ભૂષણ, નવેમ્બર, ૧૮૯૭, પૃ. ૬૬.
- “ફારસી ઇતિહાસમાંથી સિકંદરીનું ભાષાંતર આવે છે તેની અગત્ય વિષે મારે કહેવાની જરૂર નથી, કારણ કે એસાઈટીએ ખાસ ફારસી ઈતિહાસેમાંથી ભાષાંતર કરાવવાનો ઠરાવ કરેલો છે. ”
(બાલાશંકરના પત્રમાંથી ઉતારે)