________________
એમ છે, તે હજુ પુરતી સંખ્યામાં અસ્તિત્વમાં આવ્યો નથી. દાખલા તરીકે, અનુવાદ કરાવવા માટે સોસાઈટીએ જાહેર કરેલાં પુસ્તકોની યાદી આપીને તેમણે એમ પ્રતિપાદન કર્યું હતું કે ઇનામની સારી રકમ આપવા છતાં યોગ્ય ઉમેદવારના અભાવે તે કામ અટકી પડ્યાં છે. દેશી ભાષા સાહિત્યની ખીલવણીમાં કોઇની સહાયતા ઉપયોગી અને અનુકૂળ થાય તે તે કેળવાચલા વર્ગની જ છે. તેથી એ મુદ્દા પર ભાર મૂકતાં તેઓ કહે છે: “Experience has shown to us that the study of vernacular language and the enriching of vernacular literature by means of translations or original compositions can only be promoted by and through the exertions of men who have received a high and. literal education."
જે એ ઈગ્રેજી ભણેલાઓએ પર ભાષાઓમાંથી સારા સારા અને ઉત્તમ ગ્રંથના અનુવાદ ગુજરાતીમાં કરીને ભાષાસાહિત્યને સમૃદ્ધ કર્યું હોત અને તે વડે ઉપલબ્ધ વાચન સાહિત્યમાં ઉમેરો કર્યો હોત તે શિક્ષણની જે કંઈ ઉણપ રહેતી હોત તે કંઇક અંશે એનાથી પુરાત; અથવા તો થોડું ઘણું શિખેલાઓ એ સાહિત્યના વાચનદ્વારા એમના જ્ઞાનમાં વૃદ્ધિ કરત. પણ તે કાર્યમાં પ્રમાદ સેવવામાં આવ્યા એમ આપણે કદાચ નહિ કહી શકીએ; પણ જે પ્રયાસ થયા તે અર્ધદગ્ધ, ખામીવાળા અને સત્વહીન હતા. તેનું કારણ એ હતું કે ભાષાંતરકર્તાને બંને ભાષાઓનું બહોળું જ્ઞાન અને તે પર પ્રભુત્વ હેવું જોઈએ તેને અભાવ હતો. બેમાંથી એકે ભાષાનું પૂરું અને પાકું જ્ઞાન નહિ, એટલે તેનું જે ફળ નિપજે તે સંતોષકારક ન હોય એ સહજ સમજી શકાશે.
- આપણું ગુજરાતી સાહિત્ય અનુવાદ થી ભરેલું છે. પણ જેને નમુનેદાર ભાષાંતર ગ્રંથ કહી શકીએ અથવા તે. જેમાં મૂળ કૃતિનું પ્રતિબિંબ યથાર્થ ઉતર્યું હોય એવા ગ્રંથે ગણત્રીબંધ જડશે. સોસાઈટી ભાષાસાહિત્યની અભિવૃદ્ધિ અને વિકાસ અર્થે સ્થાપવામાં આવી હતી. જ્ઞાન પ્રચાર એ તેને મુદ્રાલેખ હતે. નવાં નવાં પુસ્તક રચાવવાં સ્વતંત્ર કે અનુવાદ-એ તેનું કર્તવ્ય હતું. પણ એ કાર્યમાં તેને પૂરી સફળતા. મળી નહોતી. તે માટે અનેક કારણો હતાં; અહિં ફક્ત હંટર કમિશન સમક્ષ સાદર કરેલા નિવેદનમાંથી એક ફકર નેંધીશું: