________________
૧૬
ન્હાના પાયા પર ધંધે સ્થાપવા વ્યવહારોપયોગી માહિતી પુસ્તક ગુજરાતીમાં લખાઇને બહાર પડે તે તે ઉપરોક્ત પુસ્તકની પેઠે ધંધાર્થીએને જરૂર બહુ ઉપકારક થઈ પડે.
દુલેરાય છોટાલાલ અંજારિયાએ એમનું સમગ્ર જીવન ખેતી સુધારણાના કાર્યને આપ્યું છે. તેઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ છે; અને હમણાં. લીંબડી રાજયમાં ખેતીવાડી ખાતાના સુપ્રિન્ટેન્ડન્ટના ઓઠા પર તેઓ છે. અને તે કામની સાથે આજે કેટલાંક વર્ષોથી “ખેતીવાડી વિજ્ઞાન’ નામનું માસિક ચલાવે છે. ખેતી વિષે એમણે અનેક પુસ્તક રચેલાં છે અને સંસાઈટીને લખી આપેલું “ખેતર વાડી અને બગીચાની ઉપજ વધારનારાં ખાતર’ એ પુસ્તક ઉપયોગી નિવડી તેને બહોળે પ્રચાર થયો છે*
“ઢેરનું ખાતર’ એ નામનું પુસ્તક ઈંગ્રેજી પરથી રા. મોહનલાલ. કામેશ્વર પંડયાએ તૈયાર કર્યું હતું. ખાતર અનેક પ્રકારનું હોય છે. પણ એમણે આપણા લોકોને પરિચિત એવું “ઢોરનું ખાતર ' વિષે ઉપયુક્ત માહિતી સંગ્રહી. છે. લેખક કઠલાલના વતની અને જ્ઞાતે વટાદરા બ્રાહ્મણ છે. તેઓ મહાત્મા ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. તે પૂર્વે તેઓ વડોદરા રાજ્યમાં ખેતી. ખાતામાં સુપ્રિન્ટેન્ડન્ટની પદવી પર હતા.
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી નડિયાદના વતની અને જ્ઞાતે વડનગરા. નાગર ગૃહસ્થ હતા. સોસાઇટી સાથે એમને સંબંધ તેની બાલ્યાવસ્થાથી હતે. અને બુદ્ધિપ્રકાશમાં તેઓ વારંવાર લેખો લખી મોકલતા. એક સારા સાહિત્યકાર તરીકે તેમની ગણના થાય છે; પણ એક રાજદ્વારી મુત્સદી પુરા તરીકે એમની કીર્તિ વિશેષ પ્રર્વતે છે. એમને “અસ્તેદયનામક નિબંધ એક ઉત્તમ પુસ્તક છે અને તે વાંચીને અનેકને કંઈ ને કંઈ પ્રેત્સાહન મળ્યું હશે.
ફાર્બસ સાથે એમને ગાઢ મૈત્રી બંધાઈ હતી; અને એમના પ્રયાસથી મુંબાઈમાં ગુજરાતી સંસ્કૃતિના ઉત્કર્ષ અર્થે એક મંડળ સ્થાપવા. પ્રયત્ન થયો હતો. એ મંડળનાં કુંડમાં સારી સારી રકમ પણ ભરાયેલી; પરંતુ તે યોજના અમલમાં મૂકાય તે પહેલાં ફર્બસ સાહેબનું અવસાન થયું. એથી હતાશ ન પામતાં મનઃસુખરામે સ્વર્ગસ્થ પ્રત્યેના પ્રેમથી. પ્રેરાઈને એ સંસ્થાને અસ્તિત્વમાં આવ્યું અને તેને શ્રી. ફાર્બસ ગુજર સભા એવું નામ આપ્યું; તે સંસ્થા આજે મુંબાઈમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે.
+ લેખક વિશે વધુ માહિતી માટે જુએ ગ્રંથ અને ગ્રંથકાર, ૫૩