________________
૧૬૯ રચાયેલાં એવાં પુસ્તકો, નિબંધ, વ્યાખ્યા વગેરેની સંખ્યા ૫૩ ની થાય. છે. આ પૃથક્કરણ પરથી જોઈ શકાય છે કે અંગ્રેજી શિક્ષણને પ્રચાર વધતાં એ ભાષા સાહિત્યને ઉપયોગ અને લાભ વધુ અને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે; તેમ સંસ્કૃત સાહિત્યમાંના સરસ ગ્રંથને પરિચય કરાવવાના પ્રયત્નો પણ નજરે પડે છે. વળી સંખ્યાની દૃષ્ટિએ તેનું વર્ષનું સરેરાશ પ્રમાણુ સાત પુસ્તકોનું આવે છે. એ રીતે સોસાઈટીની પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ સંતોષકારક લેખી શકાય.
લેખકો જેમણે સેસાઈરીને પુસ્તકો લખી આપવામાં સહાયતા કરી હતી, તેમના વિષે થેડીઘણુ માહિતી આપવાનું અગર એકઠી કરવાનું બની શકે એ હેતુથી સોસાઈટીનાં પ્રકાશનેની સમાચના ૩ જા પ્રકરણમાં વિષયવાર નહિ કરતાં, તે પુસ્તક લેખકવાર તપાસવાનું ધોરણ અંગીકૃત કર્યું હતું અને તે ધરણુ આ પ્રકરણમાં પણ ચાલુ રાખીશું. તેથી જે લેખકની અગાઉ નેંધ થઈ ગઈ છે, તેમની વધુ કૃતિઓ પ્રથમ તપાસીશું.
ડે. ત્રિભુવનદાસે “ગૃહ વ્યવસ્થા અને આરોગ્યવિદ્યા” એ નામનું નવું પુસ્તક રચી આપ્યું હતું; અને એમની અન્ય કૃતિઓની પેઠે આ પુસ્તક આજદિનપર્યત શાળામાં પાઠય પુસ્તક તરીકે વંચાય છે, એ તેની ઉપયોગિતા દર્શાવે છે.
ડો. નીલકંઠરાયનાં આઠ પુસ્તક પ્રાપ્ત થાય છે. તે સઘળાં સામાન્ય જનતાને ઉદ્દેશીને યોજાયેલાં, જુદા જુદા વિષય પર, જ્ઞાનબેધક અને ઉપચોગી માહિતીવાળાં હતાં. રોગ મટાડવે તેના કરતાં રોગ થતે મૂળથી. અટકાવે, એ સૂત્રને અનુલક્ષીને જનતાને શારીર વિષયક તેમ રોગનિવારણ તથા માંદગી દરમિયાન દરદીની માવજત કેવી રીતે કરવી અને અકસ્માત વખતે હાંફળાફાંફળાં ન થતાં કેવા ચાંપતા ઇલાજે ગ્રહણ કરવા એ વિષે ઉપયુક્ત માહિતી આપવા “માંદની માવજત,” “ લોકોપયોગી શારીરવિદ્યા,”
અકસ્માત વખતે મદદ અને ઈલાજ” અને “હિંદુસ્તાનમાં ગામડાંની આરોગ્યતા” એ નામક પુરતમાં એમણે સારો પ્રયાસ કર્યો છે; અને એમના એ જ્ઞાનપ્રચારના પ્રયત્ન ખરેખર સ્તુતિપાત્ર હતા.
વળી દરરોજ વપરાશની ચીજોને શાસ્ત્રીય રીતે અવલોકીને તેમાં રહેલાં રહસ્ય અને હેતુ સમજાવવા અર્થે લખાયલાં એમનાં બીજાં બે પુસ્તક “ઘરમાં વપરાતી ચીજોનું રસાયન” અને “ નવરાશના વખતમાં ગમ્મત અને જ્ઞાન” થેડાં બેધક નથી. લેખકની એ વિષયોને ચર્ચવાની