________________
૧૬૭ જેવાં સુતરૂ તેવાં ફળે, દુનિયાની અંદર દેખીએ, જેવી નદી તેવાં જ મ, લક્ષ ધરિ લેખોએ; જેવી સુવનિતા તનુજ તેવા, નિયમ ઈશ્વરી આમ છે, ભડભાઇ ભેળાનાથનું, આ ઠામ નિશ્ચળ નામ છે. હીરા મણું માણક તણ, આતે અનૂપમ ખાણ છે, ચિંતામણિ કે કામધેનું, પુર્ણ તેહ પ્રમાણ છે; વિઘા સ્વરૂપી વેલડી, તેમાં જ વસ્તુ તમામ છે, ભડભાઇ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. શુભ સ્વગ વાસ કર્યો ભલે, કહું ભાઈ તે કેવા હતા, વિઘાની વૃદ્ધિ દેખીને દિલ રાજી રાજી તે થતા જેનાં રચેલાં પુસ્તકે, વંચાય ગામે ગામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. શ્રી જ્ઞાનશાળા આ વિશાળ, જશ ભરી થઈ જામજો, પ્રભુને પ્રતાપે અતિ અમાપે, જ્ઞાન ગેરી પામ; ગુણ છે ઘણુ જીવતા રહેજી, રાજી દલપતરામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. - ૯
દેહરે, “રૂડું શ્રી મહારાણિનું, રહે અચળ આ રાજ; રચાય જેના રાજ્યમાં, આવાં ઉત્તમ કાજ.”
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૬, પૃ. ૨૧૫-૨૨૬,