________________
૧૪૮
બાળા અભ્યાસ કરવાને તેમ કન્યાશાળામાં આવવાને આકર્ષીય; અને એ હેતુ બર આવવા સારૂ સાસાઈટીને ૪૦ થી વધુ ટ્રસ્ટફ્ડા મળેલાં છે, જેનું વ્યાજ અમદાવાદ અને અમદાવાદ બહારની કન્યાશાળાઓમાં ભણતી બાળાએને નામ તેમ સ્કોલરશીપ આપવા સારૂ માકલી અપાય છે.
સન ૧૯૦૮ માં સ્ત્રીઓ માટે એક એલાયદું પુસ્તકાલય સ્થાપવા સૌ. લક્ષ્મીબાઇ સ્મારક ફંડ રૂ. ૨૦૦૦ નું મળ્યું હતું અને તે સ્ત્રી પુસ્તકાલય રા. બા. રણછેડભાઈ કન્યાશાળામાં રાખ્યું છે, જ્યાંથી સ્ત્રીઓ તેને સહેલાથી લાભ લઈ શકે.
આ રણછેાડભાઈ કન્યાશાળાના વૃત્તાંત પણ જાણવા જેવા છે. એ કન્યાશાળા સોસાઇટીના આનરરી સેક્રેટરી લાલશંકરભાઇની તજવીજથી કાઢવામાં આવી હતી. સ્વસ્થ રણછોડભાઇ એ કન્યાશાળા માટેનું કુંડ સાસાઈટીને સુપરત કરતાં એમના પત્રમાં લખ્યું હતું:
* વિનંતિ વિશેષ ખાડીઆમાં ઊઁચ વર્ગના લેાકેા ઘણા રહે છે તેમની કન્યાઓના શિક્ષણ સારૂ એક સારી કન્યાશાળાની જરૂર છે એવી આપના તરફથી સૂચના થઇ એ અભિપ્રાય સાથે હું સંપૂર્ણ રીતે મળુ છું; કેમકે દેશની ઉન્નતિ થવા માટે સ્ત્રીઓમાં સારા જ્ઞાનની વૃદ્ધિ થવાની આવશ્યકતા છે, તે તે જ્ઞાન તેમને ઊંચી પ્રતિનું શિક્ષણ મળ્યા વગર થવાનું નથી. માટે ખાડીઆમાં એક કન્યાશાળા સ્થાપવા સારૂ હું શ ૧૨૦૦૦) બાર હજારની રકમ અણુ કરૂં છું અને તે સ ંબંધી નીચેની સૂચનાઓ કરૂં છું.
૧ એક કન્યાશાળા હમેશાં ખાડીઆમાં રાખવી,
૨
સરકારી શાળાઓમાં જે વિષયે ચાલે છે તેમાં કાંઈ જરૂર જણાય તો ફેરફાર કરી તે વિષયે ચલાવવા. તથા હિંદુ ગૃહસ્થિતિ લક્ષમાં રાખીને સ્ત્રીઓને ઉપયાગી પડે એવા વિષયેા વિશેષ કરી તેને શિખવવા, તેને માટે કાઈ ખાસ પુસ્તકાની જરૂર જણાય તેા તે પ્રકટ કરાવવાને બનતી તજવીજ કરવી.
૩ અને ત્યાં સુધી ઊંચી પ્રતિનુ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું. બીજી ભાષા તરીકે સંસ્કૃત બની શકે તે શીખવવું,
૪ પ્રાચીન હિંદુ ધર્મને અનુસરી કાષ્ઠને આધ ન આવે એવી રીતે સામાન્ય ધર્મનું તથા ભક્તિ નીતિ સદાચરણનું શિક્ષણ દરરાજ ઘેાડીવાર પણ શાળામાં આપવું. ''+
+ એ સેસાડીને સન ૧૯૪૮-૯૯ ને ૫ વર્ષને રીપે! પૃ. ૩૨.