________________
૧૩૮ : સ્થિતિમાં નહિ હોવાથી અને એમની જ સૂચનાથી, દી. બા. કેશવલાલને અને ભીમકૃત હરિલીલા ષડશ કળા નવલરામને, એડિટ કરવાનું ઑપવા ઠરાવ. કર્યો હતો. દી. બા. કેશવલાલભાઈએ સદરહુ ઠરાવને સ્વીકાર કરતાં નરરી સેક્રેટરીને લખી જણાવ્યું હતું કે,
સોસાઈટીએ ભાલણ કૃત કાદંબરી ધનપૂર્વક પ્રસિદ્ધ કરવાનું વિકતા ભરેલું માનવંત કામ મને સોંપવાની ઈચ્છા દર્શાવી તેથી હું ઘણે ઉપકૃત થયે છું. એ કામ સારા વિદ્વાનને હાથે થતાં જે મોટી આશાઓ રહે તે વિચારતાં મારું મન ક્ષેભ પામે છે; ને તે વિષે કહેતાં સંકેચ પામું છું. તથાપિ બનતી મહેનત લઈશ. માટે આ પુસ્તકના સંબંધમાં. યોગ્ય સેઈ સોસાઈટી કરી આપશે તે આરંભવા હું તૈયાર છું.”
સન ૧૮૮૩ ની આખરમાં હરગોવિંદદાસભાઇએ જૂનાં કાવ્યનાં પ્રકાશન સંબંધી એક જાહેરાત બહાર પાડી તેમાં એક પેરેગ્રાફ નીચે પ્રમાણે લખ્યું હતું -
ગૂજરાતી ભાષા પ્રઢ કરવાને અને તેને પુસ્તક ભંડળ અથવા લિટરેચર વધારવાને એક માર્ગ એ છે કે તેમાં થએલા કાવ્ય ગ્રંથને. સંગ્રહ કરવો. ઈશ્વર કૃપાએ આપણી ભાષામાં કાવ્ય ગ્રંથને સંગ્રહવિશાળ છે. લખિત પુસ્તક મેળવવાં ને તેમનું સંશોધન કરી છપાવવા એ ગુ.રાત વર્નાકયુલર સેસાઈટીનું મુખ્ય કામ લેવું જોઈએ. કેમકે એવું મહાભારત કામ એકાદ માણસના યનથી પાર પડે એમ નથી. સોસાઈટી પાસે પણ એ કામ પાર પાડવાને પૂરતાં સાધન નથી એમ માલુમ પડે છે. સબબ ઠેકાણે ઠેકાણે વિદ્વજને એ કામ આરંભે અને તેમને શ્રીમતિ ને રાજારજવાડા મોગ્ય મદદ આપે તે સારું.”
પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક કાઢીને કાંટાવાળાએ ગુજરાતી સાહિત્યની જે પ્રશસ્ય સેવા કરેલી છે તે સૌને સુવિદિત છે; અને અમને લાગે છે કે એમની હરિફાઈમાં બીજે વર્ષે (સન ૧૮૮૪ ના ડિસેમ્બરમાં) વડોદરામાં પ્રાચીન કાવ્ય પ્રકાશક મંડળી ઉભી થયેલી અને તે મંડળીએ સાઈટીને તેને મદદ કરવા અરજી કરી હતી; તે પરથી કમિટીએ એના કાર્યવાહકે વિષે જરૂરી માહિતી મેળવવા તજવીજ કરી હતી. પણ તેના વિષે જે રીપોર્ટ લખાઈ આવે તે સંતોષકારક જણાયે નહોતે.
સોસાઈટી એ કાર્યનું મહત્વ પુરેપુરું સમજતી હતી તેથી જુનાં પુસ્તક ખરીદવા અને તેની નકલ કરાવવા સારૂ સન ૧૮૮૮ માં સ્વ.