SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ - કવિ દલપતરામનું કાવ્યદેહન વાંચીને આપણે સૈ રાચીએ છીએ; પણ એમાંના કવિઓનાં પુસ્તકોની હાથપ્રત પ્રાપ્ત કરતાં એસાઈટીને ઘેડી તકલીફ પડેલી નહિ. કઈ તરફથી ખબર મળે કે અમુક પુસ્તક ફલાણ પાસે છે તે ત્યાં જઈ તપાસ કરવામાં આવે; પરંતુ પ્રથમ તે તેને નકારમાંજ ઉત્તર મળે; પણ ધીમે ધીમે તેને મનાવીને અને સિફતથી કામ લેતાં, તેનું મન કંઈક પલળે; તે પુસ્તક હોવાનું પોતે કબુલે અને બહુ દબાણ થાય ત્યારે તે પુસ્તક બતાવે પણ તે કદિ બહાર તે આપે નહિ. માત્ર તેની નકલ કરી લેવા; અને તે પણ કચવાતે મને હા પાડે. આવી પરિસ્થિતિમાં હાથપ્રતે મેળવવી અને તેને સંગ્રહ કરવો એ સહેલું અને સરળ કાર્ય નહોતું અને આ મુશ્કેલી લક્ષમાં લઇને સોસાઈટીના તે કાળના કાર્યકર્તાઓ જે કઈ જુની પ્રતને પ મળતે કે તુરત તેની નકલ કરાવી લેવા ઘટતી તજવીજ કરતા હતા. આમ સોસાઈટીમાં હાથપ્રતોને સંગ્રહ શરૂઆતમાં મુખ્યત્વે નકલ કરેલી પ્રતેિને હતે. મૂળ પ્રતે તે પ્રમાણમાં જૂજ મળતી; અને તે માટે ભારે લાગવગ લગાડવી પડતી કે પુષ્કળ પૈસા આપવા પડતા હતા. આ હકીકત પરથી જોઈ શકાશે કે ગુજરાતી કાવ્યદોહનના ત્રણ ભાગ તૈયાર કરવામાં કવિ દલપરામને કેટકેટલો શ્રમ લેવો પડયો હશે. એ સંજોગોમાં એ કાવ્યદેહનનાં પુસ્તકનું એકલું સંપાદન કાર્ય જ આપણું ઉપકારનું કારણ થઈ પડે; પણ કવિશ્રીએ આપણું એ પ્રાચીન કાવ્ય સાહિત્યની ફૂલગુંથણી એવી રસમય અને ફોરમભરી કરેલી છે કે જેટલી તે જ્ઞાનબોધક અને આલ્હાદક તેટલીજ નીતિષક અને બળ પ્રેરક જણાઈ છે. એમાં તેની મહત્તા રહેલી છે. એની લોકપ્રિયતાનું કારણ પણ એજ હતું. આ પ્રમાણે પ્રાચીન કાવ્ય સાહિત્ય સુલભ કરવાની સાથે ઉતમ વાચન સાહિત્ય પૂરું પાડવાને સાઇટીને હેતુ ઉપરોક્ત ગ્રંથદ્વારા ફલીભૂત થતો હતો. ત્યારબાદ સરકારે જુના સંસ્કૃત ગ્રંથની તપાસ, નોંધ અને સંગ્રહ કાર્ય ઉપાડી લીધું હતું, અને એ તપાસ દરમિયાન જે કિમતી પુસ્તકો પ્રાપ્ત થયાં તે અહિં સંગ્રહી અને સાચવી નહિ રાખતાં તે યુરેપ લઈ જવા વિદેશી વિદ્વાનોને છૂટ અપાઈ હતી. એ રીતે આપણું અઢળક ધનઆપણે એ અમૂલ્ય અને અપ્રાપ્ય પ્રાચીન વારસ-પરદેશ ઘસડાઈ ગયું હતું, તે અટકાવવાને પુનાની સાર્વજનિક સભાએ વિરોધ પણ કર્યો હતો.* • જુઓ સાર્વજનિક સભાનું માસિક જર્નર, વર્ષ ૧૮૮૨-૮૩.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy