SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ પ્રેરણું મહીપતરામને નવલરામે સન ૧૮૭૦ ના મે માસના “શાળા પત્રના અંકમાં જણાવ્યું છે તેમ, મુંબાઈમાં પ્રથમ એલ્ફિન્સ્ટન સ્કૂલ પેપર, જેણે પછી “એજ્યુકેશનલ રેકર્ડ' નામ ધારણ કર્યું અને તે મરાઠી “શાળા પત્ર જોઈને થયો અને એ વિચાર તેમણે ઘણું ઉદારતાથી અમલમાં મૂકો.' સ્વર્ગસ્થ કમળાશંકરભાઈના શબ્દોમાં કહીએ તો “ર. સા. મહીપતરામભાઈએ “શાળાપત્ર' દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા બજાવી ને શિક્ષકવર્ગને ઉપયોગી અનેક પ્રકારના વિષયનું વિવેચન ઇ. સ. ૧૮૬૨ ના જુલાઈથી તે ઈ. સ. ૧૮૭૦ ના એપ્રિલ સુધી, પરોપકાર વૃત્તિએ, કંઈ પણ લવાજમ લીધા વિના કર્યું,”ર અને સન ૧૮૮૮ ના સપ્ટેમ્બર માસથી તે સન ૧૮૯૧ ના મે સુધી ફરીવાર “ગુજરાત શાળાપત્ર’ નું તંત્રીપદ એમના હસ્તક રહ્યું તે પરત્વે તેઓ લખે છે, “ નિશાળના શિક્ષકોને તેમનાં કર્તવ્ય કરવામાં વધારે સહાય કરે એવા પ્રકારના વિષયો આ “શાળાપત્ર' માં પ્રકટ કરવા એવી આજ્ઞા કેળવણુ ખાતાના ઉપરી સાહેબે કરી માટે હવેથી તેમ કરવામાં આવશે. આ કારણથી રા. સા. મહીપતરામભાઈના બીજા વખતના તન્નીપણુના “શાળાપત્ર” માં સામાજિક, ધાર્મિક, રાજકીય, કે અન્ય સામાન્ય વિષયો જોવામાં આવતા નથી, તેમજ ગ્રન્થ સમાલોચનાને વિષય પણ ઓછો ઓછો થતો જાય છે, કેમકે કેળવણી સાથે પ્રત્યક્ષ સંબધ ધરાવનાર સિવાય અન્ય ગ્રન્થની સમાલોચના ન કરવી એવી ખાતા તરફથી આજ્ઞા, ઉપલા વાક્યથી સમજાય છે તેમ, એમને મળી હતી.” મહીપતરામના અવસાન બાદ ગુજરાત શાળાપત્ર” જે સરતે સ્વર્ગસ્થ ચલાવતા તે પ્રમાણે સોસાઇટીને તેને વહિવટ સોંપવા માગણી કરવામાં આવી હતી અને તેમ કરવાનું કારણ એમ દર્શાવાયું હતું કે, “ the present offer to undertake the Gujarati Shalapatra is made solely with a view to assist the Educational Department in propagating knowledge and vernacular literature in Gujarat and to further the object of the Society." ૧ “શાળાપત્ર' ન્યુબિલિ અંક, ૫. ૧૧ ૨ “ શાળાપત્ર” જ્યુબિલિ અંક, પૃ. ૧૧. ૩ “ શાળાપત્ર' ન્યુબિલિ અંક, પૃ. ૧૮
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy