________________
બહાદુરીનું કાર્ય હતું અને એ સમાચાર સાંભળીને તત્કાલીન સમાજ સ્થિતિથી પુરેપુરા વાકેફગાર અને અનુભવી સરદાર ભોળાનાથે મહીપતરામને “હિમ્મત બહાદુર' તરીકે ઓળખાવ્યા એ અક્ષરશઃ સાચું હતું.
નીજ જ્ઞાતિ તરફથી પિતાને અટકાયત ન થાય તે માટે મહીપતરામે એમના ઈગ્લાંડના પ્રવાસની વાત ગુપ્ત રાખેલી. પણ તે જાહેર થતાં જ હિન્દુ સંસારમાં હાહાકાર વર્તે છે; અને તેમને બહિષ્કૃત કરાવવા અનેક પ્રયત્ન થયેલા, તે અવસરે એમનું દઢ મન પણ મહીપતરામને સ્વજન ને કુટુંબીઓને વિચાર ઉદ્ભવતાં સહજ ડગડગેલું. એ આદ્ર પ્રસંગનું ચિત્ર ખરેખર વેદક છે. તેઓ જણાવે છે –
“મારે ઉપડવાનો સમય આવ્યા પહેલાં એ વાત પ્રસરી. સુરતમાં, અમદાવાદમાં અને આખા ગૂજરાત અને કાઠીઆવાડમાં ચર્ચા ચાલી. અનેક જૂઠા ગપાટા ચાલ્યા. મારાં સગાં વહાલાં બહુ ભય પામ્યાં, પણ મારી ભાર્થી હિમ્મત હારી નહિ. મારી કાકી મને અટકાવવાને મુંબઈ આવ્યાં ને જોડે મારી પત્નીને લાવ્યાં. આવતાં વારને એકાંતમાં મળી અને તેણીએ કહ્યું કે મારે વિચાર કર્યો નથી; લોક અનેક પ્રકારની ઘણી ધાસ્તી બતાવે છે; આખો જન્મારો નાત બહાર રહેવું પડશે, છોકરાને કન્યા નહિ મળે, તેથી પાછળ વંશ રહેશે નહિ; દરિયામાં ડૂબવાની બીક બતાવે છે; એમ ઘણી રીતે બીવડાવે છે પણ મારી હિંમત ઓછી થઈ નથી.' એ સતીના વચનથી મારી હિંમત વધી. મારી કાકી નિરાશ થઈ પાછા સુરત ગયાં. પેટલાદ અને નડીઆદના ઘણાક વડનગરા નાગર બ્રાહ્મણ રોજગાર માટે મુંબઈમાં રહેતા હતા તેમણે મને નાત બહાર મૂકવાનો ઠરાવ કર્યો, અને
જ્યાં જ્યાં નાગરની વસ્તી હતી ત્યાં તેમાં ખળભળાટ થયો એટલુંજ નહિ પણ દેશમાં, બીજી બ્રાહ્મણની તથા વાણીઆની વાતોમાં મારા વિલાયત જવા વિષે ચર્ચા ચાલી હતી. મૂડીભર સુધારાવાળા સિવાય આ દેશ એ કામની વિરુદ્ધ હતું. એમ લગભગ બધાના સામા થવાથી જન્મ સુધી મારે સકુટુંબ નાત બહાર રહેવું પડશે ને તેથી મારો સંસાર બગડશે એવા ભારે ભય ઉત્પન્ન થયા અને મારી નાતમાં મારા પક્ષમાં ઘણાજ ચેડા માણસ હતા, ને જે હતા તેમનાં કુટુંબ અને સગાં વહાલાં તેમની વિરુદ્ધ હતાં તેથી તે મારા પાછા આવ્યા પછી મારી જોડે જમવા વગેરેને વહેવાર રાખી શકશે નહિ; તેમને એવો વહેવાર રાખવાની મનમાં ઈછા હશે તો પણ નાતથી છૂટા પડી તેમ કરવાની તેમની હિમ્મત અને તેમના દૃઢ