SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ રા, સા. મહીપતરામ રૂપરામ. “રા. સા. મહીપતરામ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના ત્રણ મહાન હિતચિંતક-એને જન્મ આપનાર નરમ્લ ફર્બસ સાહેબ, એના બાલ્યના પિષક અને હજી પણ બનતી સંભાળ રાખનાર કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ અને એના તારૂણ્યના સંવર્ધક છે. સા. મહીપતરામ પોતે–તેની ત્રિપુટીમાંના હતા.” [‘બુદ્ધિપ્રકાશ, ” જુન ૧૮૯૧, વધારે પૃ. ૧.] એ લપકારી સેવા કાર્યો કરવાને મહીપતરામ જાણે કે જમ્યા ન હોય એમ એમની કારકીર્દીની શરૂઆતથી એકવીસ વર્ષની યુવાન વયે તેઓ સુરતમાં નવી સ્થપાયેલી “પરહેજગાર” મંડળીના આસિ. સેક્રેટરી નિમાય છે અને તે મંડળી તરફથી નિકળવું “પરહેજગાર” નામનું પાક્ષિક પત્ર ચલાવવાની જવાબદારી પણ સ્વીકારે છે. આ વખતે તેઓ સુરતની ઈગ્લિશ સ્કુલમાં આસિ. શિક્ષક હતા. સન ૧૮૫૦ માં ફાર્બસ સાહેબની બદલી સુરત થઈ. એમણે અમદાવાદની પેઠે અહિં પણ જન હિતકારી પ્રવૃત્તિ ઉપાડી લીધી. “સુરત અષ્ટાવીશી” નામની મંડળી સ્થાપીને પિતે તેના મંત્રી થયા અને પ્રજામત ખીલવવા સદરહુ મંડળી તરફથી મુકુંદરાય મણિરાયને તંત્રી નીમી, “સુરત સમાચાર” નામનું એક અઠવાડિક અખબાર કાઢયું. એક્સ પુસ્તકાલય પણ એમના પ્રયાસથી અસ્તિત્વમાં આવ્યું. તેઓએ કવિ દલપતરામને પિતાની સાથે તેડી.આણેલા; તેમની પાસે જાહેર વ્યાખ્યાને અપાવવા માંડયાં, “હુનેરખાનની ચકાઇ ” અને “સંપલક્ષ્મી સંવાદ” એ બે જાણીતાં કાવ્ય કવિએ સુરતમાં પ્રથમ વાંચી સંભળાવેલાં; તેમજ સુરત પરહેજગાર મંડળીના કાર્યને મદદ કરવા -દલપતરામે “ જાદવાસ્થળી” અને કેફ નિષેધક ગરબીઓ નવી રચી, એ મંડળીના આશ્રય હેઠળ ભરાએલી સભાઓમાં તે ગાઈ સંભળાવેલી. તે સમયથી મહીપતરામ એ બે મહાપુરુષો, ફૉર્બસ સાહેબ અને કવિ દલપતરામના પરિચયમાં આવ્યા હતા.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy