________________
૪૧૮
જાય છે ને પછી તે પાણી મેટી નદીને રૂપે વહે છે, તેમ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જે કામદારપક્ષ તરફથી માત્ર બે ચાર પ્રતિનિધિઓ પાર્લમેંટમાં બેસતા, ને જેમનાં અજ્ઞાન, બિનઅનુભવીપણું, ને સંકુચિત દષ્ટિ તરફ લોકો હસતા, તે કામદારપક્ષ માત્ર ચાળીસ વર્ષના ગાળામાં બ્રિટિશ પ્રજાની બહુમતિને સત્કાર મેળવી શકો, ને જિંદગીભરના પુરુષાર્થથી, ખાનદાનીથી, ને સામ્રાજ્યના જુદા જુદા ભાગોમાં જુદી જુદી જાતની સેવાઓ કર્યા પછી પણ જે સત્તા મુત્સદીઓને નથી મળતી તે સત્તા, એક વાર મજુરી કરનારાઓ, પણ કાળક્રમે ખંતથી, સાહસથી, બુદ્ધિથી, ચાતુર્યથી, ને અનુભવથી દેશના ને સામ્રાજ્યના ગહનમાં ગહન વિષયોથી પરિચિત થએલા તદન નવા માણસેના હાથમાં આવી. જગતની પરિસ્થિતિમાં જે ક્રાંતિ મહાસંગ્રામ પછી થઈ ગઈ હતી તે ક્રાંતિનું પહેલું લક્ષણ બ્રિટિશ રાજ્યના કારભારમાં હવે આવી ગયું, ને તે સાથે બ્રિટિશ રાજ્યનીતિ, સમાજ, આર્થિક વ્યવહાર, વગેરે દરેક વિષયમાં પણ ક્રાંતિને સિદ્ધાંત પેસી ગયે; છતાં ખૂબી તો એ છે કે હજુ પણ જુની સંસ્થાઓ ઈંગ્લંડમાં ચાલુ રહી શકી છે ને તેમના પ્રત્યે લોકોને આદર નાશ પામ્યો નથી.