________________
૬૦ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ.
૬૧ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય.
૫૯ થી ૬૧-શિષ્યને બીજી શંકા થાય છે કે દેહમાં આત્મા હોઈ શકે પણ તે અવિનાશી કેમ છે? દેહ હોય તેથી એટલે આત્માની ઉપસ્થિતિ છે અને દેહની સાથે આત્માનો પણ નાશ થાય છે. અથવા આત્માની પર્યાય ક્ષણિક હોવાથી આત્મા નિત્ય જણાતો નથી.
-
૨) સમાધાન – શિષ્ય ઉવાચ ૬૨ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃષ્ય; ચેતનના ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬૩ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૪ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય;
ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૫ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય;
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૬ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૭ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ-સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૮ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૯ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ