________________
દુર્લભ છે. છતાં મુમુક્ષુની યોગ્યતાના બળે તે શક્ય છે. મુમુક્ષુના ચર્મચક્ષુને આધારે પ્રાપ્ત કરેલ દિવ્યચક્ષુ વડે સદગુરૂને ઓળખી લે છે. જે સગુરૂ વીતરાગ પ્રભુ મહાવીરસ્વામીના ધર્મનો સાચો બોધ પ્રાપ્ત કરીને આત્માના સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે, તેવા સદ્ગુરૂની કૃપાથી માર્ગાનુસારી મુમુક્ષુને સમકિતની પ્રાપ્તિ થાય છે.
જૈન ધર્મમાં સામાયિકની કિયા ખૂબજ મહત્વની છે. સમય એટલે આત્મા અને આત્માનો સંયમ તે અનુભૂતિ સુધી લઈ જાય છે. તેથી ૪૮મિનીટમાં અધ્યાત્મિક પ્રગતિ સમ્મદર્શનનું કારણ બને છે.
વીતરાગતા અને અનંતવીર્યલબ્ધિ
ક્ષાયિકભાવે લબ્ધિની સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે. વચનામૃતમાં શ્રીમદ રાજચંન્દ્રજીએ લખેલો પત્રાંક ૯૧૫ ગહન છતાં સરળતાથી સમજાવ્યો છે. તે નીચે પ્રમાણે છે.
ૐ નમઃ
મુમુક્ષુઓ,
ધર્મપુર, ચૈત્ર વદ ૬, શુક્ર, ૧૯૫૬ તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો. અત્ર વીસ દિવસ થયાં સ્થિતિ છે. કાગળમાં તમે બે પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી તે બે પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે.
૧. ઉપશમશ્રેણિમાં મુખ્યપણે ‘ઉપશમસમ્યકત્વ સંભવે છે.
૨. ચાર ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે, અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય એ પાંચ પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંતદાનલબ્ધિ, અનંતલાભલબ્ધિ, અનંતવીર્યલબ્ધિ અને અનંત ભોગઉપભોગલબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાયકર્મ ક્ષય થયું છે એવા પરમપુરુષ અનંત દાનાદિ આપવાનો સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુગલ દ્રવ્યરૂપે એ દાનાદિ લબ્ધિની પરમપુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયિકભાવે તે સંપ્રાપ્તિ
| તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ