SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ a in mo જૈન દર્શન જૈન દર્શનના પ્રણેતા પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન હતા. અને મહાવીર સ્વામી ૨૪મા તીર્થંકર હતા. શુદ્ધ આત્મસ્વરૂપ તે પરમાત્મા સ્વરૂપ છે. દરેક આત્મા પરમાત્મા થવાની ક્ષમતા ધરાવે છે. આત્મજ્ઞાન તે પ્રત્યક્ષ અનુમાન શબ્દ પ્રમાણથી મળી શકે છે. તીર્થંકર દેવ અને તેમના ઉપદેશનું અનુમાન, આત્મજ્ઞાની સદગુરૂ એટલે તેમના પ્રત્યક્ષ શબ્દ પ્રમાણ, એ શાસ્ત્રના આધારે મળી શકે છે. અનેકાંતવાદઃ જૈન દર્શનમાં તત્ત્વચિંતનનો પાયો છે જૈન દર્શન એમ માને છે કે, અનેક નયની તર્કશક્તિથી સત્ય જાણી શકાય તે અનેકાંતવાદ છે. જૈન દર્શન સ્યાદ્વાદમાં માને છે. સપ્તભંગી એટલે ૧) સ્વાદ અસ્તિ ૨) સ્વાદ નાસ્તિ ૩) સ્વાદ અસ્તિ નાસ્તિ ૪) સ્વાદ અવ્યક્તમ પ) સ્વાદ અસ્તિ અવ્યક્તમ ૬) સ્ટાદ નાસ્તિ અવ્યક્તમ ૭) સાદ અસ્તિ, નાસ્તિ અવ્યક્તમ છે. સપ્તભંગીના આધારે આત્મા નિત્ય, અનિત્ય, પરિણામી, અપરિણામી, સાક્ષી અને સાક્ષીકર્તા છે તે અનેકાંતવાદની દ્રષ્ટિથી જણાય છે. જૈન દર્શન અને બીજા દર્શનોની આત્માના પર્યાય માટેની માન્યતા જૈન દર્શન સ્યાદ્વાદની દષ્ટિના આધારે જ્ઞાની આત્માને પરમાત્મા સ્વરૂપે) પર્યાય દ્રષ્ટિરૂપે અખંડ સ્વરૂપમાં નિત્ય, અપરિણામી અને સાક્ષીકર્તા માને છે, અને ત્રણલોકની અજ્ઞાન દશામાં આત્માને પર્યાય દ્રષ્ટીરૂપે અનિત્ય, પરિણામી અને સાક્ષીરૂપે માને છે. વેદાંત અને સાંખ્ય આત્માને પરમાત્માનો અંશ માને છે તેથી અનિત્ય, પરિણામી અને સાક્ષીકર્તા માનતા નથી. યોગ અને નૈયાયિક તત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ
SR No.032678
Book TitleTattvagyanni Gufama Aatmani Anubhuti
Original Sutra AuthorN/A
AuthorSuresh Shah
PublisherMumbai Jain Yuvak Mahasangh
Publication Year2019
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy