________________
શકે છે. આ જન્મમાં મુક્તિ મળી શકે છે. જીવનમુક્તિ મળે તો જીવન પછી કેવલ અદ્વૈત પ્રાપ્ત થઈ શકે છે.
શંકરાચાર્યએ જ્ઞાન અને જ્ઞાનસાધના ઉપર ભાર આપ્યો. રામાનુજાચાર્યએ ભક્તિ માટે પુષ્ટિમાર્ગ અને શરણાગતિ માટે પુરુષાર્થ કરવો એમ કહ્યું.
૨) રામાનુજાચાર્ય: અદ્વૈત એ વિશિષ્ટ છે. બ્રહ્મ પરમાત્મા એ આત્મા કરતાં જુદી સત્તા હોવાથી દ્વૈત છે. આત્મામાં વિશેષ ગુણ આવવાથી એને સગુણબ્રહ્મન કહેવાય. તેથી જગત મિથ્યા નથી. પરમાત્માની સત્તા છે.
૩) નીમ્બકાચાર્ય તેઓ માનતા હતા કે દ્વૈત બીજા દ્વૈતથી સ્વરૂપથી જુદું છે.
:
૪) માધવાચાર્ય : તેઓ માનતા હતા કે વિષ્ણુની સત્તા તે અંતિમ સત્ય છે.
૧) એક જીવ-બીજો જીવ, ૨) એક જીવ અને જગત, ૩) એક જીવથી પરમાત્મા ૪) એક જગતથી બીજા જગત સાથે સરખામણી નથી.
૬) વલ્લભાચાર્ય : એ શુદ્ધ અદ્વૈતમાં અને ભાગવતપુરાણમાં માનતા હતા.
જૈમીની - પૂર્વ મીમાંસા એ વેદાંતમાં કહેલી ક્રિયાને અપનાવે છે. એક સૂત્ર ઉચ્ચાર તે ચમત્કારિક શક્તિ છે એમ માને છે. જીવ અસંખ્ય છે.
વૈશેષીકઃ એ સાત તત્ત્વમાં માને છે. ૧) દ્રવ્ય ૨) ગુણ ૩) ક્રિયા ૪) સામાન્ય ૫) વિશેષ ૬) સમવાય ૭) અભવ્ય તેનો અભિપ્રાય નૈયાયિક જેવો છે.
નૈયાયિક : સતને માને છે. તેમાં જ્ઞાનનો આધાર વધારે હોય છે. એ વાદ એટલે ૧) શુદ્ધવાદ ૨) જલ્પ (જગતની ઈચ્છા) ૩) વીતન્હાવાદ (ભૂલ દેખાડવી) ૪) છલમાં માને છે.
સાંખ્યઃ સાંખ્ય મતના પ્રણેતા કપીલમુનિ હતા, એમનું કહેવું હતું કે સત્ અને સિદ્ધાંત બે ભાગમાં વહેંચાયેલાં છે. તેમના અભિપ્રાયે સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી.
પુરુષ અને પ્રકૃતિમાં પુરુષ આત્મજ્ઞાન ધરાવે છે. પ્રકૃતિમાં બુદ્ધિ નથી પણ શક્તિ છે. જે શક્તિ વસ્તુ સ્વરૂપને જાણવા માટે વાપરી શકાય છે. પુરુષ અને પ્રકૃતિ જુદી જુદી દિશામાં કામ કરે છે. પુરુષનું કામ પ્રકૃતિમાંથી છૂટવાનું છે. ક્ષણિક સુખમાંથી છૂટી કેવળજ્ઞાન પામવાનું છે.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ