________________
ભારતીય દર્શન
ભારતીય તત્ત્વચિંતનના પ્રથમ યુગમાં સત્પુરૂષના કહેલા ઉપદેશ તથા શાસ્ત્રો કંઠસ્થ હતાં. ત્યારબાદ પછીના બદલાતા યુગમાં શાસ્ત્ર અને સૂત્રો તે યુગની ભાષામાં લખાયાં છે.
મીમાંસા, નૈયાયિક, સાંખ્ય, જૈન, બૌદ્ધ, એ પાંચ દર્શનો બંધ મોક્ષાદિ ભાવને સ્વીકારનારા આસ્તિક દર્શન છે. મીમાંસાનાં બે દર્શન છે. પૂર્વ મીમાંસા જૈમીની’ અને ઉત્તર મીમાંસા “વેદાંત' નામે પ્રસિદ્ધ છે. પૂર્વ મીમાંસાના (જૈમીની) અભિપ્રાયે જીવ અસંખ્ય છે. વેદાંતના અભિપ્રાય આત્મા સર્વવ્યાપક છે. ચાર્વાક છઠ્ઠું દર્શન છે. બૌદ્ધ, જૈન સિવાયનાં દર્શનો વેદ આશ્રિત દર્શન છે.
પાંચેય આસ્તિક દર્શનમાં જગત માટે અનાદિની માન્યતા છે. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મીમાંસાના (જૈમીની) અભિપ્રાય સૃષ્ટિકર્તા એવો કોઈ ઈશ્વર નથી. વેદાંતને અભિપ્રાય આત્માને વિષે જગત, કલ્પિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કલ્પિતપણે કર્તા સ્વીકાર્યો છે. નૈયાયિક અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વર કર્તા છે તથા ઈશ્વર સર્વવ્યાપક છે. યોગને અભિપ્રાયે નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે.
ચાર્વાક દર્શનમાં ચરૂ એટલે મીઠાશ અને વાક એટલે વાણી છે. તેથી ચાર્વાકનો અર્થ મીઠીવાણી થાય. ચાર્વાદિક ભગવાનનો સ્વીકાર કરતા નથી પણ એમની મુખ્યત્વે ત્રણ માન્યતા છે. ભૌતિકવાદી, કુદરતનો આધાર લેનાર તથા નવા વિચારક છે. નવા વિચારક ભગવાનને માને છે પણ મરણ સુધી જ માને છે. ચાર્વાક પંચ મહાભૂતની મુખ્યતા ધરાવે છે.
રી
-
2
ક ઉપર
કાકી
=
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ