________________
2
P છે
તત્ત્વચિંતન (ફિલોસોફી)
ફિલોસ એટલે પ્રેમ અને સોફોસ એટલે જ્ઞાન. ખૂબ જ ઊંડાણપૂર્વક, તકની સહાયથી, વિવેક અને વિનય સાથે વિચારેલાં વચનો, સુત્રો જે શંકાનું સમાધાન કરે છે તે તત્ત્વચિંતન (ફિલોસોફી) છે. સત્ય જાણવું એ વિવેક છે. તત્ત્વચિંતન એ સત્ય જાણવાનું વિજ્ઞાન તથા પ્રાપ્તિસ્થાન છે. પ્રામાણિક સત્ય ધર્મની જાણકારી ૧) પ્રત્યક્ષ પ્રમાણ ૨) અનુમાન ૩) શબ્દ ૪) ઉપનામના આધારે મળે છે. એનો પાયો શુદ્ધ ચેતના છે. પ્રથમ યુગના ફિલોસોફરો એમ માનતા હતા કે પ્રામાણિક વિચાર, પ્રાપ્ત થયેલા જ્ઞાનને આધારે પ્રામાણિક તર્ક અને શંકાના આધારે આવેલી સત્યની સમજણ તે આખા જગતમાં ચોક્કસ પાયાનું સ્થાન ધરાવે છે.
પાશ્ચાત ફિલોસોફી આ ફિલોસોફીની શુરુઆત ગ્રીસ દેશના મીલેટ્સ ગામમાંથી થયેલી. ત્યાંના ફિલોસોફરો મીલેશીયન નામે ઓળખાતા હતા. આર્ય' એટલે અંતિમ સત્યની શરૂઆત એમ એમનું માનવું હતું. થેલીસ, અંતિમ સત્ય પાણી, એનેક્સમેંડરે પુદ્ગલ અને એઝીમેનીસે હવા છે એવું મલેશીયન તત્ત્વચિંતકે કહેલું.
ત્યારબાદના યુગમાં જગતના પ્રખ્યાત તત્ત્વચિંતકો જેવા કે સોક્રેટીસ, પ્લેટો, એરીસ્ટોટલ, ડેકારટીસ, સ્પીનોઝા, લાબેટીસ, કોપારનીક્સ, ઇમેન્યુઅલ કાન્ત અને ડેવિડ હ્યુમ થઈ ગયા. એમની માન્યતા નીચે પ્રમાણે ટૂંકમાં જણાવી છે.
સોક્રેટીસઃ એણે કહ્યું કે દરેક શંકા માટે પ્રથમ પ્રશ્ન પૂછવો. આ વાત સમાજને ગમી નહીં કારણ કે સોક્રેટીસ જુવાન પ્રજાને ઉધે રસ્તે ચડાવે છે એવું
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ