________________
મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રાકેલા છે ?
ઉ–કારણ કે ઘણું કરીને તે સમયે ગ્રહસ્થોનાં ઘરો તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાએલાં હોય છે, છાજેલાં–ચાળેલાં કે બજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીનેખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, ચોકખાં સુંવાળાં કરેલાં હોય છે, સુગંધિત પાથી સુગંધી કરેલાં હોય છે, પાણી નીકળી જવા માટે નીકવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળવાળાં તૈયાર થયેલાં હોય છે તથા તે ઘરે ગૃહસ્થાએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થાએ વાપરેલાં હોય છે અને પિતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષવાસ રહેલા છે.”
૨૨૬ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વકતુને વિશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
૨૨૭ જેવી રીતે ગણધરો વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરોના શિષ્યો પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
૨૨૮ જેવી રીતે ગણધરના શિષ્ય વર્ષાત્રતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થવિરે પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
- રર૯ જેમ સ્થવિરો વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથ વિહરે છે–વિદ્યમાન છે તેઓ પણ વર્ષાઋતુને વિશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે.
- ૨૩૦ જેમ જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથે વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે તેમ અમારા પણ આચાર્યો, ઉપાધ્યાય વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે.
૨૩૧ જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયે યાવત્ વર્ષાવાસ રહે છે તેમ અમે પણ વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છિયે.
એ સમય કરતાં વહેલું પણ વર્ષોવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ને ખપે અર્થાત્ વર્ષાઋતુના વશ રાત સહિત એક માસની છેલી રાતને ઊલંઘવી ને ખપે એટલે એ છેલી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવું જોઈએ.