________________
ગ્રાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછાં–એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પિતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને, વેદની કર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ત્રિકર્મ ક્ષીણ થતાં આ સુષમષમાં નામની અવસર્પિણીને ઘણે સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુને ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસને વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે માઘ વ૦ દિ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રીકષભ અરહત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રને જેગ થતાં દિવસના ચડતે પહોરે પહયંકાસનમાં રહેલા કાલગત થયા યાવત્ સર્વદુઃખેથી તદ્દન હીણા થયા–નિર્વાણ પામ્યા.
૨૦૦ કૌશલિક અરહત ત્રષભનું નિર્વાણ થયે ચાવત તેમને સર્વદુખેથી તદ્દન હીણા. થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકેટી- સાગરોપમ એટલે સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવર્સે વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સિકાના એંશીમા વરસને આ સમય જાય છે.
વિરેની પરંપરા ૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણધરો હતા.
૨૦૨ પ્રવર્તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે અને અગીયાર ગણધરે હતા ?'
ઉ૦-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મોટા (શિષ્ય) ઈન્દ્રવૃતિ નામે ગૌતમ ગેત્રના અનગારે પાંચર્સ શ્રમને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચર્સે શ્રમણને વાચના આપેલી છે, ૩ નાના ગૌતમગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચર્સે શ્રમણોને વાચના આપેલી છે, ૪ ભારદ્વાજગોત્રી સ્થવિર આર્યવ્યતે પાંચર્સ શ્રમને વાચના આપેલી છે, ૫ અગ્નિશાયનોત્રી