________________
૨૭ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા ચાવત તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મહલકીવંશના ગણુ રાજાઓ અને કેશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણ રાજાઓ એ રીતે અઢારે ગણુ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરને પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવોદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે અમે દ્રોત એટલે દીવાને પ્રકાશ કરીશું..
- ૧૨૮ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખ છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર ક્ષુદ્ર ક્રૂર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એ ભસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યો હતો. . , ૧૨૯ ત્યારથી તે ક્ષદ્ર ક્રર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામને મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને પૂજા સત્કાર ઉત્તરોત્તર વધતું ચાલતું નથી.
૧૩૦ જ્યારે તે ક્ષુદ્ર કૂર સ્વભાવને ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓને પૂજા સત્કાર વધતો વધતો ચાલશે.
૧૩૧ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ ખે છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય-ચાલતી ન હોય–ત છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને આંખે જલદી જેવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છઘસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ છવાતને જોઈને ઘણા નિર્ચાઓ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું હતું.
૧૩૨ પ્રહે ભગવંત! તે એમ કેમ થયું? એટર્સે કે એ જીવાતને જોઈને નિર્થ અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે?
* ઉ૦ આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળ ઘણો કઠણ પડશે એ હકીક્તને એ અનશન સૂચવે છે.
૧૩૩ તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૪૦૦૦ શ્રમની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી.
૧૩૪ ભગવાન મહાવીરને આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર ૩૬૦૦૦ આયિકાઓની ઉત્કૃષ્ટી આયિકા સંપદા હતી.
૧૩૫ શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ એગણસાઠ હજાર શ્રાવકની ઉત્કૃષ્ટી શ્રમણોપાસક સંપદા હતી.