________________
૩૯ પરિમિત મધુર અને સહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાઃ
૧૧૨ હે નંદ ! તારો જય જય થાઓ, હે ભદ્ર! તારો જય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઇન્દ્રિયોને જિતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, વિદ્ગોને જિતી લઈને હે દેવી! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપદ્વારા તું સગ અને દ્વેષ નામના મલેને હણી નાખજે, ધર્યને મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર! તું ત્રણલેકના રંગમંડપમાં વિજય પતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરજ્ઞાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદપ મોક્ષને મેળવજે, પરીષહેની સેનાને હણીને તે ઉત્તમ ક્ષત્રિય !-ક્ષત્રિયનરપુંગવ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસો સુધી, બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુઓ સુધી, બહુ અયને સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્વ ન થાઓ; એમ કહીને તે લેકે ભગવાન મહાવીર જય જય નાદ ગજવે છે.
( ૧૧૩ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જેવાતા વાતા. હજારો મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારે હૃદયેવડે અભિનંદન પામતા પામતા, ભગવાનને જોઈને લેકે એવા મનેરો કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહિયે તો સારું. એ રીતે હજાર જાતના મારથ વડે વિશેષ ઈચ્છાતા ઈચ્છાતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “આ અમારે ભરતાર હોય તે કેવું સારું’ એ રીતે તેમની સામે વારંવાર જોઈ ને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારે આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પિતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીઓના હજારે પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાઓ, અને ગીતના ગાવા બજાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદને ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પિતાની છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં-અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાઓની કાંતિ સાથે તમામ સેના સામે હાથી ઘોડા ઊંટ ખચ્ચર પાલખી ગ્યાના વગેરે તમામ વાહન સાથે, તમામ જન સમુદાય સાથે, તમામ આદર સાથે-તમામ ઔચિત્ય સાથે, પિતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા હરિજન ગરાસિયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે, તમામ નાટકે સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંત:પુર સાથે, ફૂલ વસ્ત્ર ગંધ માળા અને અલં