________________
૨૪
માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટા, ચોકખું કરાવે અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવે, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવે, આખા નગરને લિંપા, ધોળાવો અને સુશોભિત બનાવે, નગરનાં ઘરની ભીંત ઉપર ગોશીષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડા, ઘરની અંદર ચોકમાં ચંદનના કલશ મુકા, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તરણ બંધાવે,
જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગેળ માળાઓ લટકા, પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલેના ઢગલા કરાવ-ફૂલ વેરાવે, ફૂલોના ગુચ્છા મુકાવે, ઠેકઠેકાણે બળતા કાળો અગર ઉત્તમ કુંદરુ અને તુક ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મઘમધતું કરી મેલો-ઉંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરે -સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મઘમઘતું બનાવે તથા ઠેકઠેકાણે નગરમાં નટે રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દેરડા ઉપર ખેલ કરનારા દેરડાના ખેલ બતાવતા હોય, મલે કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા મૂઠિથી કુસ્તી કરતા હોય, વિદુષકો લોકોને હસાવતા હોય, કદનારે પોતાની કૃદના ખેલા બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લેકે સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જેનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલે કરતા હોય, કંખલોકે, હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લકે તૂણ નામનું વાનું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવે, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો યૂપ અને હજારે સાંબેલાઓને ઉંચા મૂકવો એટલે કે યુપથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવે અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપે એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છે એમ તમે મારી પાસે આવીને જણાવો.
૯૮ ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરને હુકમ ફરમાવ્યું છે એવા નગરગુપ્તિક એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઉંચા મકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામ કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગHિકે જાય છે. જઈને પિતાના અને હાથ જોડીને અને માથામાં