________________
છે, અને મારે તે ગર્ભ ટાળી ગયો છે. કારણ કે મારે એ ગર્ભ પહેલાં હલતો હવે હવે હલતું નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાની ચિંતા ને શેકના દરિયામાં હળી ગઈ. હથેળી ઉપર મોઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજનું આખું ઘર પણ શેક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગ, વીણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લેકે સસ લેતા હતા, નાટકીયાએ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે.
૮૯ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલે આ આ પ્રકારનો વિચાર-ચિતવન-અભિલાષારૂપ મનોગત સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે.
૯૦ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બેલી ખરેખર મારે ગર્ભ હરાયે નથી, યાવત મારે ગભ ગજે પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતે નહોતો તે હવે હલવા લાગ્યો છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણ એમ રહેવા લાગે છે.
૯૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતને અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા પિતા છાતાં હોય ત્યાં સુધી મારે ઝુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની રીટા લેવાનું પાપે નહિ.
૯૨ પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ બલિકર્મ કર્યું, કેતુક અને મંગલ પ્રાયચિત્તો કર્યો. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભનેં સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તરાં, અતિશય ખાટાં, અતિશય ગળ્યાં, અતિશય ચીકણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધાં અને તને ચોગ્ય સુખ આપે એવાં ભજન, વસ્ત્ર, ગંધ અને માળા ધારણ કરતી તે રોગ વગરની, શોક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેને પણ પરિમિત રીતે પચ્ચપૂર્વક ગર્ભનું પિષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પશે એવો આહાર લેતી તે દોષ વગરના કમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દેહદે થયા. તે દેહદે સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દેહદાનું પૂરું સન્માન જળવવામાં આવ્યું, એ વહનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ